________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
दृष्टुगतान्सभामध्ये राज्ञे दण्डधरः क्रमात् । निवेद्य तन्नतीः पश्चात्तेषां स्थानानि सूचयेत् ॥ २११॥
છડીદારે સભામાં આવતા મનુષ્યને જોઈ કમવાર તેના પ્રણામ રાજાને નિવેદન કરવાં અને તેઓને બેસવા માટે યથોચિત સ્થાને બતાવવાં. ૨૧૧
રાજસભાની રીતભાત. ततो राजगृहं गत्वाज्ञप्तो गच्छेच्च सन्निधिम् । गत्वा नृपं यथान्यायं विष्णुरूपमिवापरम् ॥ २१२ ॥ प्रविश्य सानुरागस्य चित्तज्ञस्य समन्ततः । भर्तुरद्धासने दृष्टि कृत्वा नान्यत्र निक्षिपेत् ॥ २१३ ॥
છડીદારે બેસવાનું સ્થાન બતાવ્યા પછી, મનુષ્ય રાજમંદિરમાં જઈ રાજની આજ્ઞા મેળવીને રાજની સમીપમાં જવું અને યોગ્યતા પ્રમાણે વિષણુની બીજી મૂર્તિ રાજાને, યથોચિત નમસ્કાર કરવા. પછી પોતાના આસન ઉપર બેસવું. રાજસભામાં પ્રવેશ કરતી વેળાએ અનુરાગવાળા, સઘળાના મનને અભિપ્રાય જાણનારા એવા રાજાના અર્થ આસન ઉપર દૃષ્ટિ કરવી, પણ આજુબાજુ જોયા કરવું નહીં–પણ રાજાની સામાજ દૃષ્ટિ કરવી. ૨૦૧૨-૧૩
अग्निं दीप्तमिवासीदेद्राजानमुपशिक्षितः । आशीविषमिव क्रुद्ध प्रमुं प्राणधनेश्वरम् ॥ २१४ ॥ (અ) અગ્નિ જેવા તેજસ્વી, ઝેરી સંપ જેવા કે ધાયમાન તથા ધન અને જીવનના સ્વામી એવા રાજાની પાસે સારી રીતે વિનીતભાવથી બેસવું-બે અદબી કરવી નહીં. ર૧૪
यत्नेनोचरेन्नित्यं नाहमस्मीति चिन्तयेत् । समर्थयंश्च तत्पक्षं साघु भाषेत भाषितम् ।
तान्नियोगन वा ब्रूयादर्थ सुपरिनिश्चितम् ॥ २१५ ॥ (રાજાની) નિરંતર સારી રીતે સેવા કરવી, હું સ્વતંત્ર થાઉં” આ વિચાર કરવો નહીં. રાજાના પક્ષને દૃઢ કરવો, તે સંતુષ્ટ થાય તેવાં સારા વચન ખેલવાં. અને રાજાની આજ્ઞા લઈ નિર્ણય કરેલી વાર્તા રાજાને કહેવી. ૨૧૫
सुखप्रबन्धगोष्टीषु विवादे वादिनां मतम् । विजानन्नपि नो ब्रूयाद्भर्तुः क्षिप्त्वोत्तरं वचः ॥ २१६ ॥ આનંદ માટે મળેલી સભાઓમાં પણ પરસ્પર તર્ક ઉઠાવનારા લોકો
For Private And Personal Use Only