________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
अजाविगोमहिष्येण मृगाणामधिपाश्च ये। तवृद्धिपुष्टिकुशलास्तद्वात्सल्यनिपीडिताः । तथाविधा गजोष्ट्रादेोज्यास्तत्सेवका अपि ॥ १४९ ॥ જે બકરાં, મેઢાં, ગાય, ભેશ પશુ, તથા મૃગ વગેરેને ઉછેરવામાં અને પાળવામાં કુશળ હોય, તેના ઉપર સ્નેહ રાખતા હોય, તેના દુઃખે દુભાતા હોય તેવાને ઢેર ઢાંખર વગેરેના અધિકારી નિમવા. તેમજ હાથી, ઉંટ વગેરે પ્રાણિ ઉપર પણ તેવાજ અધિકારી નિમવા. ૧૪૯
युद्धप्रवृत्तिकुशलास्तित्तिरादेश्च पोषकाः । शुकादेः पाठकाः सम्यक्श्येनादेः पातबोधकाः। तत्तद् हृदयविज्ञानकुशलाश्च सदा हि ते ॥ १५०॥
જેઓ તેતર, કુકડાં વગેરે પક્ષિઓને યુદ્ધ કરાવવામાં તથા પિષણ કરવામાં ઘણું કુશળ હોય તેઓને તેના ઉપરી નિમવા, જેઓ પોપટ આદિકને પાળીપોષીને પઢાવી જાણતા હોય તેવાને તેના અધિકારી નિમવા. જેઓને બાજ વગેરેની ઉંચી નિચી ગતિનું જ્ઞાન હોય તેવાને તેના ઉપરી બનાવવા; કારણ કે તેવા મનુષ્ય હમેશાં તે તે પશુઓ અને પક્ષિઓનાં મનને જાણવામાં કુશળ હોય છે. ૧૫૦
मानाकृतिप्रभावर्णजातिसाम्याच्च मौल्यवित् । - रत्नानां स्वर्णरजतमुद्राणामधिपश्च सः ॥ १५१ ॥
જે રત્નાદિકના પરિમાણવડે, આકૃતિવડે, કાંતિવડે, રાતા પીળા રંગવડે, જુદા જુદા ભેદ બતાવનારી જાતિવડે અને બીજી વસ્તુઓની સાથે સરખામણી કરવાવડે રત્નોની તથા સેનાના અને રૂપાના સિક્કાની કિંમત કરી જાણતા હોય તેને રત્ન અને સેના તથા રૂપાના સિક્કાઓ ઉપર અધિકારી નિમ. ૧૫
दान्तस्तु सधनो यस्तु व्यवहाराविशारदः । धनप्राणोऽतिकृपणः कोशाध्यक्षः स एव हि ॥ १५२॥
જે વિનયી, ધનાઢય, વ્યવહારમાં કુશળ, ધનને પ્રાણ સમાન માનનાર અને અતિ કૃપણું હોય તેને જ કેશાધ્યક્ષ કર. ૧૫ર
देशभेदैर्जातिमैदेः स्थूलसूक्ष्मबलाबलैः । कौशेयादेर्मानमूल्यवेत्ता वस्त्रस्य वस्त्रपः ॥ १५३ ॥
For Private And Personal Use Only