________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનામાં કેને રાખવા ને અધિપતિ બનાવવા ?
૮૯
व्यूहाभ्यासं शिक्षयेद्यः सायं प्रातश्च सैनिकान् । जानाति स शतानीकः सुयोद्धं युद्धभूमिकाम् ॥ १४३॥
જે સાંજ સવાર સૈનિકોને યૂહરચના શિખવતે હેય, અને પોતે સારી રીતે યુદ્ધ કરવાની સર્વ તૈયારી કરી જાણતો હોય, તે શતાનીક કહેવાય છે. ૧૪૩
तथाविधोऽनुशतिकः शतानीकस्य साधकः । जानाति युद्धसम्भारं कार्ययोग्यञ्च सैनिकम् ॥ १४४ ॥
શતાનીકના ગુણે જેમાં હોય, જે શતાનીકને સહાય કરતો હોય, યુદ્ધની સામગ્રીઓને જાણતો હોય, તથા અમુક સૈનિક પોતાનું કામ કરી શકશે એવું જ્ઞાન જેનામાં હોય-અથિત સેનિકના બળાબળનું જ્ઞાન ધરાવતા હોય તે અનુશતિક કહેવાય છે. ૧૪૪
निदेशयति कार्याणि सेनानीर्यामिकांश्च सः । परिवृत्तिं यामिकानां करोति स च पत्तिपः ॥ १४५ ॥
જે પહેરેગીરોને કામ કરવા માટે આજ્ઞા ફરમાવે છે તેને સેનાપતિ જાણવો અને જે પહેરેગીરોની અદલી બદલી કરે છે તેને પાયદળને નાયક જાણવો. ૧૪૫
स्वावधानं यामिकानां विजानीयाच्च गुल्मपः ॥ १४६ ॥ જે પહેરેગીરેની પોતપોતાના કામની નિપુણતાને જાણે તેને ગુલ્મપતિ જાણવો. ૧૪૬
सैनिकाः कति सन्त्येतैः कति प्राप्तन्तु वेतनम् । प्राचीनाः के कुत्र गताश्चैतान्वेत्ति स लेखकः । गजाश्वानां विशतेश्चाधिपो नायकसंज्ञकः ॥ १४७॥
उक्तसंज्ञान्स्वस्वचिहैलाञ्छितांश्च नियोजयेत् ॥ १४८ ॥ સિનિકો કેટલા છે, તેઓને કેટલો પગાર મળ્યો, પુરાણું (કામ કરવા અશક્ત) સૈનિકે કેટલા છે, તેમાંથી અમુક સૈનિકે ક્યાં ગયા? તેને હિસાબ રાખનાર લેખકના નામથી ઓળખાય છે. વિશ હાથી અને વિશ ઘોડાઓને સ્વામી નાયક કહેવાય છે. આ પ્રમાણે ઉપર કહેલા નામધારી પુરૂષોને પોતપોતાના અધિકારના પટાઓ બંધાવીને અધિકાર ઉપર નિમવા. ૧૪૭-૪૮
For Private And Personal Use Only