________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિપુરદહન માટે શિવને આડંબર
૬૩
કારા જેટલા વખતમાં એ ત્રણે નગરો એક સીધી લીટીમાં આવતાં, આટલા થડા સમયમાં જે ધનુધરી બરાબર તાકીને બાણ મારે, તે જ એ ત્રણે નગરોનો નાશ કરી શકે એવું બ્રહ્માનું વરદાન હતું. જ્યારે એ રાક્ષસોએ છકી જઈ ત્રણે લોકને ત્રાસ આપવા માંડ્યો, ત્યારે દેવો તથા ઋષિઓ સર્વ મળીને વિષ્ણુને સાથે લઈ શંકર પાસે આવ્યા અને પ્રાર્થના કરી કે, આજકાલ તારકાસુરના ત્રણ પુત્રો જગતને અત્યંત પીડા કરી રહ્યા છે માટે આપ કૃપા કરી અમને આ સંકટમાંથી બચાવો. ત્યારે મહાદેવજી એ ત્રિપુરનો નાશ કરવા તત્પર થયા. એ વેળા પૃથ્વીને રથ, ચંદ્રસૂર્યને રથનાં પૈડાં, મંદરાચળને રથની ધરી, ચાર વેદને ચાર ઘોડા, શાસ્ત્રોને લગામ, બ્રહ્મદેવને સારથિ, મેરુ પર્વતને ધનુષ્ય, શેષનાગને ધનુષ્યની દોરી અને વિષણુને બાણરૂપે બનાવી શંકર ત્રિપુરને સંહાર કરવા નીકળ્યા. પછી દૈત્યો સાથે શંકરે દાણ સંગ્રામ કર્યો, ઘણાં વર્ષો વીતી ગયાં પણ દૈત્યોનો સંહાર થયો નહિ ત્યારે વિષ્ણુ બૌદ્ધરૂપ ધારણ કરી દૈત્યોની સ્ત્રીઓ પાસે ગયા અને તેમને વેદ વિરુદ્ધ ચાર્વાક શાસ્ત્રોનો ઉપદેશ કર્યો. એમ ચાર્વાકમતને પ્રચાર થતાં દૈત્ય સ્ત્રીઓ દુરાચારી બની ગઈ, તેમનું પાતિવ્રત્ય નષ્ટ થયું અને દૈત્યોનું તપોબળ ઓછું થયું, બીજી બાજા શંકરનું અને દેત્યોનું યુદ્ધ તો ચાલુ જ હતું. તેને દેવતાઈ એક હજાર વર્ષ પૂરાં થવા આવ્યાં અને તે ત્રણે નગરો સીધી લીટીમાં આવવાની તૈયારી થઈ, ત્યારે શંકરે ધનુષ્ય સજજ કરી, તેના પર વિષ્ણુરૂપ બાણ ચડાવી તેમાં પાશુપતાસ્ત્ર સ્થાપીને યોગ્ય સમયે બરાબર નિશાન તાકી બાણ છોડયું. જાણે હજારો સૂર્યો ઊગ્યા
For Private and Personal Use Only