________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
હોય, જાણે પ્રલયાગ્નિની જ્વાળાઓ ભભૂકી હોય અથવા પ્રલયમેઘની વીજળીઓ એકસામટી ચમકતી હોય, તેમ અતિ તેજસ્વી બાણ આંખના અર્ધા પલકારામાં ત્યાં જઈ પહોંચ્યું. તે બાણ વડે એ ત્રણે નગરે તથા સર્વ દૈત્યો બળીને ભસ્મ થઈ ગયા. પછી દેવોએ તથા ઋષિઓએ શંકરની સ્તુતિ કરી. આ ત્રિપુરદાહ વિષે તાત્ત્વિક અર્થ શું છે તે જોઈએ:
જાગ્રત, સ્વપ્ન અને સુપ્તિ-એ ત્રણ અવસ્થાઓ અથવા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ—એ ત્રણ દેહો, એ જ સેનાની, રૂપાની અને લોઢાની ત્રણ પુરી-નગરીઓ જાણવી. વેદમાં પુર અથવા પુરી નામથી શરીરનું વર્ણન કરેલું છે. રાજાના નિવાસ માટે જેમ નગરી હોય છે, તેમ આ આત્મારૂપી રાજાની રાજધાની શરીર આ ત્રણે દેહરૂપી નગરોમાં વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એવાં નામો વડે જે પ્રસિદ્ધ છે, તે જ તારકાસુરના તારકાક્ષ, વિદ્ય ભાલી અને કમલલોચન નામે પ્રસિદ્ધ ત્રિપુરાસુર જાણવા. જ્યાં સુધી તેમનો નાશ એટલે કે મિથ્યાપણું ન થાય, ત્યાં સુધી નિત્યસુખ અક્ષયાનંદ પ્રાપ્ત થશે નહિ અને એમને મારવાનું સામર્થ્ય શિવરૂપ ગુરુ વિના બીજા કોઈમાં નથી. માટે તેમને શરણે જવું જોઈએ, તેમની સેવા તથા પ્રાર્થના કરવી જોઈએ. ભકિતભાવ જોઈ તે પ્રસન્ન થશે અને જ્ઞાનરૂપ બાણ વડે તે તેમને બાળીને ભસ્મ કરશે, તે પછી જ યંતીન (મોક્ષ) સુખની પ્રાપ્તિ થશે. એ આનંદ સિવાય બીજો કોઈ પદાર્થ નથી. પછી તો સંસારનાં દુ:ખોને કાયમનો નાશ થશે. શિવ જ ગુરુરૂપ છે અને ગુરુ જ શિવરૂપ છે.]
For Private and Personal Use Only