________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શિવમહિમઃ સ્તોત્ર
હે મહાદેવ! ત્રિપુર(ત્રણ નગરરૂપ)રૂપી ઘાસને બાળવા માટે આ તમારો આડંબર શો! આપની આગળ તો એ ઘાસ જેવાં ગણાય, તેને બાળવા માટે આટલો બધો આડંબર કરવાનું શું કામ છે? જગતના વ્યવહારમાં પણ કોઈ પુરુષ જ્યાં સેયથી રારતું હોય ત્યાં ભાલો કે તરવાર વાપરતો નથી, તો પછી તમારે એવા અતિ અલ્પ કાર્ય માટે આટલો બધો આડંબર કરવાની કંઈ જરૂર જ ન હતી. તે વેળા તમે પૃથ્વીને રથ કર્યો, બ્રહ્માને સારથિ કર્યા અને મેરુ પર્વતને ધનુષ્ય કર્યું, સૂર્ય—ચંદ્રને રથનાં બે પૈડાં કર્યા તથા વિષ્ણુને બાણ બનાવી ત્રિપુરનો નાશ કર્યો તે આડંબર નહિ તો બીજું શું છે? કેવળ ઇચ્છા થતાં જ ત્રણે લોકને સંહાર કરવા આપ સમર્થ છો; છતાં આટલી બધી સામગ્રી મેળવવાને આપે પ્રયાસ કર્યો તે ઉપરથી સિદ્ધ થાય છે કે સમર્થ પુરુષોની બુદ્ધિ સ્વતંત્ર હોય છે : પોતાની ઇચ્છા મુજબ જ તેઓ વર્તે છે અને પોતાને સ્વાધીન રહેલા પદાર્થો વડે ગમે તેવી ક્રિીડા કરે છે, મતલબ કે, પોતાને સ્વાધીન રહેલા પદાર્થોને કીડાનું સાધન બનાવી ક્રીડા કરનાર માત્ર ઇચ્છાથી જ હરકોઈ કામ કરનારા આપ જેવા સમર્થને કોઈ પણ કાર્ય અયોગ્ય છે જ નહિ.
[ત્રિપુરદહનની કથા પુરાણમાંથી નીચે મુજબ મળી આવે છે: તારકાસુરને ત્રણ પુત્રો હતા: તારકાક્ષ, વિધુમ્માલી અને કમલલચન. આ ત્રણેએ ઘણાં વરસ સુધી ઘેર તપશ્ચર્યા કરી ત્યારે તે તપથી પ્રસન્ન થઈ બ્રહ્માએ તેમને અંતરિક્ષમાં એક સોનાનું, એક રૂપાનું અને એક લોઢાનું એવાં ત્રણ નગરો રચી આપ્યાં. જ્યારે દેવનાં એક હજાર વર્ષ થતાં, ત્યારે આંખના અર્ધા પલ
For Private and Personal Use Only