________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવમહિમ્ર સ્તોત્ર સમશ્લોકી અનુવાદ
| શિખરિણી મહિમાની તારા, વણ અવધિ જાણે સ્તુતિ યદિ, અગ્યા તે બ્રહ્માપ્રતિતણીયે ચગ્ય ન કદી; મનાયે જો સૌની, સ્વ-મતિ-હદવાળી સ્તુતિ જ તે ઉધામે આ મારો, પણ નિરપવાદી હર! થતું. મનવાણીથીએ પર વિલસતો આપ-મહિમા, અભેદેથી જેના, શ્રુતિ પણ ગુણ ગાય ભયમાં સ્તવાયે કેથી એ? કવણ ગુણ? કઈ કયમ કળે? છતાં સાકારે તે, મન-વચન કેનાં નવ વળે? ૨ વદે વાણી પતે, મધુશ મધુરી અમૃતમયી, પછી ક્યાંથી લાગે? સુરગુરુ-ગિરા અદ્દભુત થઈ; છતાં આ વાણું હું, તુજ ગુણ ગણું પાવન કરું; અને એ અર્થે આ પુરમથન ! મારી મતિ ધરું. ૩ તમારું એશ્વર્ય, ત્રણ ગુણ થયું છે ત્રણ રૃપે, કરે સૃષ્ટિ–સ્થિતિ–પ્રલય, વળી વસ્તુ ત્રર્યોનું તે, નિષેધતા એને વરદ ! મતિહીણા અવગણી, અભાગીને હાલાં અશુભ વચને દોષથી ભણી. ૪
For Private and Personal Use Only