________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
શ્રીશિવમહિમ્નઃ સ્તોત્ર
લખવા કરતાં ખરેલ લખવું વધારે યોગ્ય છે કેમ કે કમળમાંથી જેમ પુંકેસર ખરે છે તેમ આ મુખકમળમાંથી કેસર સમાન શબ્દો ખરેલા છે. એમ સમજાય છે. “નિતભા” પદ, મૂળમાંના “સમાહિત પદ માટે મૂકેલું છે. સમાહિત એટલે સાવધાન અર્થાત એકાગ્રચિત્ત થયેલ, એમ સમજાય છે. જેણે પિતાનું મન જીત્યું નથી તે એકાગ્રચિત્ત શી રીતે થવાને હતો! આ છેલ્લો શ્લોક વસંતતિલકા વૃત્તમાં છે. “૩ વસત્તતિત્ર તમના નર એવું એનું સંસ્કૃત પિંગળનું લક્ષણ છે. હવે જાઓ એનું ગુજરાતી માપ:
છે ચૌદ અક્ષર વસ્યા, તમષાને, એવી વસંતતિલકા, ગુણી ગાય રાગે.
આ વસંતતિલકામાં તગણ, ભગણ, જગણ અને જગણ એમ ચાર ગણના બાર અને છેવટના બે ગુરુ અક્ષરો મળી કુલ ચૌદ અક્ષરો હોય છે.
For Private and Personal Use Only