________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્યોધનની માગણી કુરૂક્ષેત્ર તરફ પ્રયાણ.
૪૨૯
સર્ગ ૧૨ મો. ] ઢવાના ચાલતા સૈન્યના ભારથી પુલગિરિને પણ ચલાવતી પૃથ્વી અત્યંત કંપાયમાન થઈ, સંચાવિધિ જાણનારા કૃષ્ણે પાતાના નગરથી પીસ્તાલીશ ચેાજન જઈ શનિપલ્યગ્રામે પડાવ નાખ્યા. જરાસંધના સૈન્યથી કૃષ્ણનું સૈન્ય ચાર યોજન દૂર રહ્યું. તે સમયે કેટલાક ઉત્તમ વિદ્યાધરા ત્યાં આવ્યા. સમુદ્રવિજયને નમસ્કાર કરીતે તેઓ બેલ્યા ‘ હે રાજા ! તમારા ભાઈ આનકદુંદુભિ ( વસુદેવ )ના ગુણાથી અમે વશીભૂત થયા છીએ. જેએનાં કુળમાં જગત્ની રક્ષા કરવામાં સમર્થ એવા અરિષ્ટનેમિ ભગવાન્ અને અદ્વિતીય પરાક્રમવાળા રામ અને કૃષ્ણ ઉત્પન્ન થ ચેલા છે; તેમજ પ્રદ્યુમ્ન અને શાંબ પ્રમુખ કેાટિગમે જેમને પૌત્રો છે, તેને બીજાએની સહાયની શી જરૂર છે ? તથાપિ યુદ્ધના અવસર જાણી અમે ભક્તિથી આવેલા છીએ, માટે અમેને તમારા સામંતવર્ગમાં ગણીને આજ્ઞા આપેા. ' રાજા સમુદ્રવિજયે કહ્યું · બહુ સારૂં. ' ત્યારે તે ફરીવાર બેલ્યા · માત્ર એક ?ષ્ણુની આગળ જરાસંધ તસમાન છે. પરંતુ વૈતાઢયગિરિ ઉપર જે ખેચરા જરાસંધના પક્ષના છે તે જ્યાંસુધી અહીં આવ્યા નથી ત્યાંસુધીમાં અમેને ત્યાં જવાની આજ્ઞા આપેા, અને તમારા અનુજ બંધુ વસુદેવને અમારા સેનાપતિ ૪રાવીને પ્રદ્યુમ્ન અને શાંબસહિત અમારી સાથે મેકલેા,જેથી તે સર્વને અમે ત્યાંજ જીતી લઇએ. ' સમુદ્રવિજયે કૃષ્ણને પૂછીને વસુદેવ, પ્રધુમ્ર અને શાંબને તે ખેચરાની સાથે મેાકલ્યા. તે સમયે અરિષ્ટનેમિએ તેમનાં જન્મન્નાત્ર વખતે દેવતાઓએ તેમના હસ્તઉપર બાંધેલી અસ્રવારિણી ઔષધી વસુદેવને હાથે બાંધી.
'
"
'
"
અહિં દુર્યોધન યાદવ અને પાંડવાના વધ કરવામાં ઉદ્યત થયેલા જરાસંધને જાણી તેની પાસે આવી નમરકાર કરીને બેઢ્યા ‘સ્વામી ! એ ગેાપાલ અને પાંડવા કાણુ માત્ર છે ? વળી જ્યાંસુધી અમે વિદ્યમાન છીએ ત્યાંસુધી તેમની સાથે તમારે પરાક્રમ બતાવવું યુક્ત નથી. માટે હે રાજા ! અમેને આજ્ઞા આપે કે જેથી અમે આજે શત્રુરૂપ રંભા (કદલી) વૃક્ષને મહા દાણ એવું વિસ્મયકારી યુદ્ધ કરી પૃથ્વીને યાદવ અને પાંડવવગરની કરી દઇએ.' એવા દુર્યોધનને આગ્રહ જાણી જરાસંધે પટબંધ કરી પષ્ટ શક્તિવાળા દુર્યોધનને રણભૂમિમાં પેાતાના શત્રુની સામે યુદ્ધ કરવા માટે સેનાપતિના પદઉપર નીમ્યા. મહાઉદ્ધૃત ચાદ્દાએથી પરવરેલા દુર્યોધન અનુક્રમે કેટલાક પ્રયાણ કરી સત્વર કુરૂક્ષેત્રમાં આવ્યા. ગજેંદ્રરૂપ દ્રીપેાથી, પેઢલરૂપ જલમાનુષ।થી અને અશ્વરૂ૫ મેટા ઊર્મએસથી નદીના જેવી અગિયાર અક્ષૌહિણી સેનાવડે દુર્યોધન શાભવા લાગ્યા. દુર્યોધને વીરમિણ ભીષ્મપિતામહને નમીને હર્ષ અને આદરપૂર્વક પેાતાના સેનાપતિ સ્થાપ્યા.
For Private and Personal Use Only