________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦ શત્રુંજય માહાસ્ય.
[ખંડ રજે. પાંડ સાત અક્ષૌહિણી સેના લઈ અચલ પર્વતને ચલ કરતા કુરૂક્ષેત્રમાં આવ્યા. પાંડવોએ સર્વાનુમતે દ્રુપદ રાજાના પુત્ર મહાપરાક્રમી ધૃષ્ટધુને સેનાપતિપણાનો અભિષેક કર્યો. ત્રણે ઉપાયને નિવૃત્ત કરીને રણને દિવસનો નિર્ણય કરી મહાવીરે એ ક્ષત્રિનાં દૈવતરૂપ શસ્ત્રોની પૂજા કરી. મલ્લિકાનાં પુષ્પની માળાવડે શોભિત એવાં આયુધ પિતાના સ્વામીઓને યશને સમૂહ આપવાને ઉઘત થયાં હોય તેમ શોભવા લાગ્યાં. રાત્રે શસ્ત્રોની આગળ વાગતાં એવાં રણવાજિત્ર આવતી વિજય લક્ષ્મીના નૂપુરના શબ્દ હોય તેવાં જણાવા લાગ્યાં. અનુક્રમે વીરરસે યુક્ત હોવાથી રક્તકાંતિવાળો દેખાતે સૂર્ય શત્રુરૂપ અંધકારના પરમા
ને હરતો ઉદય પામે. રણની ઈચ્છા ધરતા વીરલેકને સિંહનાદને વૃદ્ધિ પમાડતા પક્ષીઓ વૃક્ષના અગ્રભાગમાં અને વિદ્યાધરે આકાશમાં શબ્દ કરવા લાગ્યા. ચારેબાજુ બંને સૈન્યમાં રણવાજિત્રો નાદ કરવા લાગ્યાં. અશ્વો ઉદય પામતા સૂર્યના ઘોડાની સ્પર્ધાથી હેકારવ કરવા લાગ્યા. ઝરતા મદજળવડે વ્યાપ્ત અને ગર્જના કરતા ગજેંદ્રો શત્રુરૂપ જવાસાને શેષણ કરનાર વર્ષાકાળના મેઘની જેવા જણાવા લાગ્યા. નિશાન, કાહલ, ભેરી, સૂર્ય, ઢક્કા અને હુડુડા (ઢાલ) વિગેરે વાછત્રોના તેમજ પેદલ, ઘેડા, હાથી અને જેના શબ્દોથી બધું જગત નાદમય થઈ ગયું. સુવર્ણરલનાં કવચને ધરતા, હાથમાં ખાને રાખતા, અને ફલકને ઉછાળતા અનેક સુભટે ચારેબાજુ પ્રસરવા લાગ્યા. ચડાવેલાં ધનુષ્યના ટંકાર કરતા મહા દુધેર અને બળવંત ધનુર્ધારીઓ સૈન્યની આગળ ચાલ્યા. સમુદ્રના કલોલની જેવા અને બખતરને ધારણ કરેલા ઘડાઓ વાજિત્રોના ધ્વનિથી. જાગ્રત થઈ મર્યાદા છોડીને ચાલવા લાગ્યા. ઊંચા કરેલા ગુંડાદંડના અગ્રભાગથી સર્ષની જેવા ભયંકર દેખાતા હાથીઓ રણના આરંભના મિષથી ગર્જના કરવામાં સજજ થઇને ચાલવા લાગ્યા. શસ્ત્રોના જ એક ઘરરૂપ, અને ચક્ર (પઈડાં)ની ધારાવડે પૃથ્વીને પીસતા રથ અંદર બેઠેલા અચલ યોદ્ધાઓનાં બળથી આકુળ વ્યાકુળ થઈને દોડવા લાગ્યા. પિલા ભાગમાં ચરણના પતિથી અને સૈન્યના ભારથી પ્રથ્વીને માટે કંપારો થતાં સમુદ્રનાં જળ પણ ઉછળવા લાગ્યાં. રણરંગના આંગણામાં ચાલતા વીરેએ વાજિત્રોના નાદપ્રમાણે ચાલવાથી ચરણવડે નૃત્ય કરતા હોય તેમ બંને સૈન્યની વચ્ચે યુદ્ધને આરંભ કર્યો. રાત્રિની જે રજનો સમૂહ સર્વ તરફ
ફુરણાયમાન થતાં આકાશમાં બાણેનાં મુખ ખજુવાની કાંતિને ધરવા લાગ્યાં. ગજારૂઢે ગોજારૂઢ, ધારે ધાર, રથીએ રથી અને પેદલે દિલ પરસ્પર અથડાવા લાગ્યા.
૧ સામ, દામ ને ભેદ.
For Private and Personal Use Only