________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જે. કરવાને માટે લંભા વગડાવી, જેથી અનેક રાજાઓ એકઠા થયા. તેમાં સમુદ્રની જેવા દુર્ધર સમુદ્રવિજય રાજા તૈયાર થઈને આવ્યા. તેમની સાથે તેમના પુત્ર મહોનેમિ, સત્યનેમિ, દૃઢનેમિ, સુનેમિ, ભગવાન્ અરિષ્ટનેમિ, સેન, મહીયે, તેજ સેન, જય, મેઘ, ચિત્રક, ગૌતમ, સ્વફલ્ક, શિવનંદ, વિધ્વસેન અને મહારથ પણ આવ્યા. શત્રુઓથી અક્ષેશ્ય એ અક્ષોભ નામે સમુદ્રવિજયનો અને નજ બંધુ, યુદ્ધમાં ધરી સમાન ઉદ્ધવ, ધવ, ક્ષભિત, મહોદધિ, અભેનિધિ, જલનિધિ, વામદેવ અને દૃઢવ્રત નામે તેના આઠ પુત્રો સહિત આગે. સિમિત અને તેના સુમિમાન, વસુમાન, વીર, પાતાલ અને સ્થિર નામે પાંચ પુત્રો આવ્યા. સાગર અને તેના નિઃકંપ, કંપન, લક્ષ્મીવાન, કેસરી, શ્રીમાન અને યુગાંત નામે છ પુત્રો આવ્યા. હિમવાનું અને તેના વિદ્યુ—ભ, ગંધમાદન અને માલ્યવાનું નામે ત્રણ પુત્રો આવ્યા. અચલ અને તેના મહેંદ્ર, મલય, સહ્ય, ગિરિ, શિલ, નગ અને બલે નામે સાત મહાપરાક્રમી પુત્ર આવ્યા. ધરણ અને તેના કર્કોટક, ધનંજય, વિશ્વરૂપ, તમુખ અને વાસુકિ નામે પાંચ કુમારે આવ્યા. પૂરણ અને તેના દુઃપૂર, દુર્મુખ, દુર્દર અને દુધેર નામે ચાર પુત્ર આવ્યા. અભિચંદ્ર અને તેના ચંડ, શશાંક, ચંદ્રાભ, શશી, સેમ અને અમૃતપ્રભુ નામે છ પુત્રો આવ્યા. સૌથી નાના પણ ઈંદ્ર જેવા મહાપરાક્રમી વસુદેવ તેના ઘણા પરાક્રમી પુત્રો સાથે આવ્યા. તેમના પુત્રોનાં નામ આ પ્રમાણે–વૈરીઓમાં ક્રૂર અક્રૂર, જવલનપ્રભ, વાયુવેગ, અશનિવેગ, મહંદ્રગતિ, સિદ્ધાર્થ, અમિત ગતિ, સુદારૂ, દારૂક, અનાદૃષ્ટિ, દૃઢમુષ્ટિ, હેમમુષ્ટિ, શિલાયુધ, જરકુમાર, વાહીક, ધાર, પિંગલ, રોહિણીના પુત્ર રામ, સારણ અને વિદૂરથ-એ સર્વે આવ્યા. તથા ઉત્સુક, નિષધ, ચારૂદત્ત, ધ્રુવ, શક્રદમન અને પીઠ નામે રામના પુત્રો આવ્યા. ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનુ, બ્રહ
જ, અગ્નિશિખ, વૃષ્ણ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ગૌતમસુધર્મા, ઉદધિ, સૂર્ય, ચંદ્ર, ધર્મ, પ્રસેનજિત, ચારૂકૃષ્ણ, ભરત, સુચારૂ, દેવદત્ત વિગેરે તથા પ્રદ્યુમ્ર, શાંબ પ્રમુખ બીજા મહાપરાક્રમી કૃષ્ણના પુત્ર યુદ્ધ કરવાની ઈચ્છાએ તૈયાર થઈને આવ્યા. ઉગ્રસેન અને તેના પણ ઘણા પુત્રો આવ્યા. એ પ્રમાણે દશાહના પુત્ર અને રામકૃષ્ણના બીજા પુત્રો તથા તેમની ફઈન અને બેનના પણ ઘણું મહાભુજ પુર આવ્યા.
પછી ક્રાણુકિએ બતાવેલા શુભદિવસે દારૂક સારથિવાળા અને ગરૂડના ચિહવાળા રથ પર બેસી સર્વ યાદવોથી વીંટાઈ શુભ શુકનેએ સૂચવે છે - સવ જેને એવા કૃષ્ણ પૂર્વોત્તર ( ઈશાન) દિશામાં પ્રયાણ કર્યું. યાદવ અને પાં
For Private and Personal Use Only