________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મો. ] મોટા આડંબરથી કાઢેલો શ્રી શત્રુંજયગિરિનો સંઘ. ૧૭૩ સાવધ ક્રિયાવાળા સંધપતિના પદને મને કેમ ઉપદેશ કર્યો? આરંભના ઉદયથી પુણ્યસિદ્ધિ કેમ થાય તે કહે.' તે સાંભળી ઈંદ્ર બેલ્યા “હે ચક્રવર્તી ! તેનો હેતુ સાંભળો. જે કર્મ બહુ પુણ્યવાળું હોય અને અલ્પ સાવધવાળું હોય તે કર્મને આદર કણ ન કરે ? પ્રાયઃ આગારીને પૂજાદિક સર્વ કર્મ સાવધવાળું હોય છે અને અણગારીને નિરવ હોય છે. જેવી રીતે સુવર્ણસહિત મૃત્તિકા અને કેવી રીતે પ્રથમ કટુ અને પરિણામે મિષ્ટ ઔષધ, તેવી રીતે સાવધ ક્રિયાવાળા ધર્મકૃત્યથી પુણ્ય થાય છે. કેમકે તેમાં સાવઘપણું તો લવમાત્ર હોય છે, પરંતુ દાન, શીલ, અભય, પ્રભાવના અને ભાવના વિગેરેથી મહા મોટું પુણ્ય થાય છે. આ શાસનની પ્રભાવના જે સરલતાએ સરંભથી કરે, તો પણ તે સ્વર્ગ અને મોક્ષનું સુખ ઉપાર્જન કરે છે. તીર્થયાત્રા અને પ્રતિષ્ઠાદિ કર્મ જે કે સાવઘથી થાય છે, પરંતુ તે સાવધનો લેશ પણ બહુ પુણ્યને માટે થાય છે.”
આ પ્રમાણે શકઇદ્ર સંઘપતિ ભરતચક્રીને શિક્ષા આપીને તેમની આજ્ઞા લઈ પિતાને સ્થાનકે ગયા. પછી ભરત ચક્રવર્તીએ શુભ દિવસે વકિએ કરેલા મણિરલ સુવર્ણમય બહારના આવાસમાં સંઘસાથે જઈને નિવાસ કર્યો. સંઘના આવાસોની મધ્યમાં રહેલું પ્રભુનું સુવર્ણમય દેવાલય જંબુદ્વીપની વચમાં નક્ષત્રમડિત મેરગિરિની જેવું શોભતું હતું. તેની દક્ષિણ બાજુએ વકિએ ક્ષણવારમાં રચેલા પૌષધાગારમાં ગણધર મુનિગણસહિત રહ્યા હતા, અને ડાબી તરફ ચક્રવર્તી ભરતનું અદ્ભુત નિવાસસ્થાન કરેલું હતું. તેની આસપાસ બીજા સંઘાળુઓના આવાસે આવેલા હતા. એવી રીતે માર્ગમાં દરેક મુકામે દેવશક્તિવાળા વકિએ હેમરતોથી રચેલે સંઘનો પડાવ થતું હતું. જાણે ભારતના નિમૈલ સુવર્ણ હૃદયને ભજતા હોય તેવા તમય પ્રભુ સુવર્ણના દેવાલયમાં શોભતા હતા. બાહુબલિને પુત્ર સમયથા, વિનમિ પુત્ર ગગનવલ્લભ વિદ્યાધર, પ્રાચીદિશાને સ્વામી વજનાભ અને કલ્યાણકેતુએ ચારને ગણધરેએ સૂરિમત્રથી જિનાલયને માટે મહાધરરૂપે પ્રતિષ્ઠિત કરેલા હતા. તે સિવાય ધર્મના ભારને વહન કરનારા બીજા પણ હજારે મહાધર ભારતના સંઘમાં થયેલા હતા. વનમાળાથી વિભૂષિત જંગમ કલ્પવૃક્ષ હેાય તેમ ચક્રવર્તી વિકસિત પુષ્પમાળા ધરનારાં સુભદ્રા દેવીથી શોભતા હતા. પ્રારંભમાં જ સાધર્મીવાત્સલ્ય, સંઘપૂજા અને જિનાર્ચા કરીને ભારતે વિનિતાથી પ્રસ્થાન મંગળ કર્યું. સારે મુહૂર્ત હાથી ઉપર
૧ માટી. માટીમાં જેમ સોનું રહેલું છે તેમ સાવદ્ય કર્મોમાં ધર્મને ઇરાદો હોયતો પુણ્ય થાય છે. આ વાત સમજવા જેવી છે.
For Private and Personal Use Only