________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લે. “ર્વિધ સંઘને સાથે લઈ શુભવાસનાએ ચાલતે ચાલતો રથમાં જિનબિંબસહિત દેવા“લય રાખીને મોટા ઉત્સ કરતો જાય, પ્રાર્થનાને પૂરનાર કહ૫વૃક્ષની જેમ પાંચ “પ્રકારનું દાન આપતે જાય, માર્ગમાં ગામે ગામે શ્રી જિનચૈત્યમાં વિજારે પણ કરતા જાય અને શુભ દર્શનવાળો તથા દેવાર્ચન કરતો તે શત્રુંજય, રૈવતગિરિ, -
ભાર, અષ્ટાપદ અને સંમેતશિખર વિગેરે સર્વ તીર્થે અથવા તેમાંથી એક તીર્થ “ગુરૂના આદેશમાં તત્પર થઈ ઈંદ્રોત્સાદિક કૃત્ય કરે તે સંઘપતિ કહેવાય છે. તે સદા આરાધ્ય છે, છતાં સર્વ કર્મને વિષે તેણે ગુરૂની આરાધના કરવી. તે ગુરૂની આરાધના સુવર્ણને સુગંધ અને ચંદ્રને નિષ્કલંકતા જેવી છે. સારી યાત્રાનું ફળ ઈ“અચ્છનારા સંઘપતિએ મિથ્યાત્વીને સંસર્ગ અને તેમનાં વચનમાં આદર કરવો નહીં. “તેણે પરતીથની નિંદા કે સ્તુતિ કરવી નહીં. મન, વચન કાયાની શુદ્ધિવડે જીવિતસુધી સમક્તિ પાળવું. જે સંઘ યાત્રા કરે, તેણે સાધમસહિત સાધુઓની વસ્રાન, દાન અને નમસ્કાર વિગેરેથી પ્રતિવર્ષ પૂજા કરવી. વળી સરળતાપૂર્વક પાક્ષિક “વિગેરે પર્વદિવસે દાનાદિક ધર્મનું આરાધન અને શ્રી સંઘપૂજા વિશેષ પ્રકારે કરવી.
આ પ્રમાણે કરનાર સંઘપતિ દેવતાઓને પણ પૂજય થાય છે. અને કોઈ તે ભવમાં અને કોઈ ત્રીજે ભવે સિદ્ધ થાય છે.” આ પ્રમાણે શ્રીજિનેશ્વર અને શકેંદ્ર પાસેથી . સાંભળી રાજા ભરતે પિતાના ચરણને પ્રણામ કર્યો અને પછી ભક્તિયુક્ત વાચાથી કહ્યું “હે ત્રણે જગતને આરાધવા યોગ્ય સ્વામી ! હે તારક ! મારી ઉપર પ્રસન્ન થાઓ કે જેથી હું સંધપતિનું નિર્મલ પદ પ્રાપ્ત કરું.” તે સાંભળી પ્રભુએ ઇંદ્રાદિક દેવ અને સંઘનીસાથે ઊઠી ભરતની ઉપર અક્ષત વાસક્ષેપ કર્યો, અને શક્રઈદ્ર દિવ્યમાલા મગાવીને ભારત અને તેની પતી સુભદ્રાના કંઠમાં પહેરાવી. પછી મહારાજા ભરત સર્વ સામે તેની સાથે માર્ગમાં અનેક રાજાઓથી પૂજાતા પૂજાતા અયોધ્યાનગરીમાં આવ્યા. ત્યાં આવીને બહુ માનપૂર્વક સર્વ સ્થાનકેથી શ્રી સંઘને આમત્રણ કરીને બોલાવ્યો અને પાપરૂપ શત્રુઓ પર ચડાઈ કરવાને ભંભાનાદ કરાવ્યું. પ્રથમ નગરના જિનચૈત્યમાં અષ્ટાબ્લિકા ઉત્સવ કરાવ્યું, અને સંઘના માણસો જે જે આવવા લાગ્યા તેમને માન આપવા લાગ્યું. પછી પિતાને ઘેર ગણધરને ભક્તિથી બેલાવી સર્વ વિદ્રને નાશ કરવાને પ્રથમ શાંતિકર્મ કરાવ્યું. ગણધરના મંત્રોથી પ્રત્યક્ષ થયેલા દેવતાઓએ નિર્વિધ્ર યાત્રા કરાવવાને પોતપોતાની ગતિ અંગીકાર કરી. તે સમયે ઇંદ્ર આવીને સુવર્ણના દેવાલય સાથે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા ભરતને અર્પણ કરી. તે વખતે ભરતે શકેંદ્રને પૂછયું “શ્રીઅહંત આદિનાથ પ્રભુ પોતે સાવધરહિત, સર્વજ્ઞ અને સર્વકર્મથી મુક્ત છે, તે છતાં તેમણે
For Private and Personal Use Only