________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. ચડી, છત્ર ચામરોથી મંડિત થઈ, ચારણ શ્રમણએ પ્રથમ જેને માંગલ્ય ભૂષણ કરેલા છે એવા ચક્રવર્તી સંઘ લઈને યાત્રા કરવા ચાલ્યા. સામાનિક દેવતાથી ઈંદ્રની જેમ ચારે દિશાઓમાં રહેલા રાજાઓથી તે વિંટાએલા હતા અને પોતાની આગળ થતું અપ્રસરાઓનું સંગીત જોતા હતા. ચારણ બંદીની જેમ દેવતાઓ “હે ભરતરાજા ! જય પામો, ઘણું છે અને ખુશી રહે ” એવી આશિષ આપી આનંદથી સ્તુતિ કરતા હતા. સામતે, મંડલીકરાજાઓ, કુમાર, બીજા રાજાઓ, મંત્રીઓ, સંઘાળુપુરૂષ, ચતુરંગ સેનાના નાયકે, પર્વત સરખા ગજેન્દ્રો, જળકલ્લોલ જેવા ઘડાઓ, ઘર જેવા રથે, મૂર્તિમાન્ પિતાને ઉત્સાહ જેવા પેદલે, અવ્રતધારી શ્રાવકો અને શ્રાવિકાઓ, બાહુબલિ વિગેરે કોટિ સાધુઓ, નમિવિનમિસહિત જ્ઞાની ગણધરો, અને શીલગુણથી અલંકૃત સાધવીઓ વિગેરે માટે પરિવાર તેમની સાથે ચાલતે હતો. ગંધર્વો, નાયક, બંદીજને, કૌતુકીઓ, નટે, અને નૃત્ય કરતી નર્તકીઓ–તેમને સમૂહ પણ પોતપોતાનું કામ કરતે સાથે ચાલતે હતો. સુવર્ણના રથઉપર રાખેલું મણિમય દેવાલય પ્રભુના મણિમય બિંબથી જાણે આકાશમાં ભામંડલ હોય તેવું શોભતું હતું. તેની ઉપર પૂર્ણિમાના ચંદ્રબિબની જેવા ત્રણ છત્રોથી અને ચામરના વીંજાવાથી તે ત્રણ જગના ઐશ્વર્યને સુચવતું હતું. માર્ગે સૈન્યના રજથી રવિમંડલને આચ્છાદન કરતા હતા, શ્રીસઘના ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરતા હતા, અંતઃપુરની સ્ત્રીઓ ધવલમંગળ ગાતી હતી, સૌભાગ્યવતી સ્ત્રીઓ લુણ ઉતારતી હતી, ચક્રવર્તી ભરત રથાને સ્થાને અને નગરનગરમાં દેવગુરૂની પૂજા કરતા હતા અને શ્રીજિનચૈત્યને ઉદ્ધાર કરતા પ્રયાણ કરતા હતા. દેશદેશમાં પિતાનાં વાવેલાં વૃક્ષની જેમ રાજાઓની રાસુવર્ષથી મોટા મૂલ્યવાળી વિવિધ પૂજાઓને ગ્રહણ કરતા ભરતરાજા એક એક જન પ્રમાણ પ્રયાણથી ઘણા દેશને ઉલંધન કરી અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા.
ભરતરાજાને આવતા જાણી સૌરાષ્ટ્ર દેશને અધિપતિ શક્તિસિંહ કે જે સુરાષ્ટ્ર રાજાને પુત્ર અને ભરતચકીના ભાઈને પુત્ર થાય તે ભરતની સન્મુખ આ
બે. પૃથ્વી પર આળોટતા શક્તિસિંહને ચક્રવર્તીએ હાથથી બેઠો કરી સંવેગીના સંગથી સુભગ એવા તેને આલિંગન કરી કહ્યું “આ દેશનુ “સુરાષ્ટ્ર' એવું નામ સફળ છે, કારણ કે જયાં પરદેશીઓને દુપ્રાપ્ય એવું શત્રુંજય તીર્થ છે. સદાકાલ આ તીર્થની સેવા કરનાર એવા તમને ધન્ય છે. અમારા જેવા દરવાસી તે તેને વારંવાર જોઈ શકતા પણ નથી. આ પ્રમાણે કહી પ્રીતિપૂર્વક બોલાવી
૧ સૂર્ય. ૨ પગમૂકવે.
For Private and Personal Use Only