________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરમાં રાગીને તમારા અધ્યક્ષ ડો. તેઓ
૧૨૦ શત્રુંજય માહાભ્ય.
[ સર્ગ ૩ જે. અખંડ એવા છ ખંડ ભરતને રાસ કર્યો છે અને અમે તો તમારા આપેલાજ રાજયથી સંતોષ માની તમારી ભક્તિમાં રકત થઈ દિવસે નિર્ગમન કરીએ છીએ. તથાપિ એ જયેષ્ટ બંધુ ભરત અમારા રાજયને પણ લેવા ઈચ્છે છે, તો હવે પૂર્વની પેઠે હિતઈચ્છાથી અમને યથાયોગ્ય આજ્ઞા આપો.” આવાં તેમનાં વચને સાંભળી પ્રભુ જગતને પ્રિય લાગે તેવા વચને બોલ્યા-ક્ષાત્રતેજવાળા ક્ષત્રીઓએ શત્રુઓને મારવા જ જોઈએ; તમારા રાગ અને દ્વેષ એ બે મોટા શત્રુ છે. તેઓ શત્રુતામાં પરાયણ થઈ, તમારી પાસે જ રહીને તમારા પુણ્યરૂપ સર્વસ્વને હણી નાખે છે. આ સંસારરૂપ સાગરમાં રાગ એ શિલાઓના સમૂહ જે છે અને દ્વેષ બધીરૂપ કલ્પવૃક્ષને મૂળમાંથી બાળનાર અગ્નિ જેવો છે. માટે હે વત્સ! ત્રતરૂપ સામ્રાજય મેળવી, અતિ દારૂણ એવા તત્પરૂપ અસ્ત્રવડે એ રાગ-દ્વેષરૂપ મહા શત્રુને પોતે અખંડિત રહીને વિનાશ કરો.” આવાં પ્રભુનાં વચન સાંભળવાથી, સમકિતને પ્રાપ્ત કરી, વૈરાગ્ય પામેલા તેઓએ અક્ષય આનંદ મેળવવાની ઈચ્છાએ વ્રત ગ્રહણ કર્યું. તેમનું કરેલું આવું સાહસ જોઈ જેમના અંગમાં રોમાંચ થયેલા છે એવા દૂતોએ આવી એ વૃત્તાંત ચક્રવર્તીને નિવેદન કર્યું. પછી સર્વ તેજને સૂર્યની જેમ અને સર્વ જળને સાગરની જેમ તેમનાં સર્વ રાજને ભરતે ગ્રહણ કર્યા અને તેમના પુત્રોને પિતાને તાબે કરી તેમના પિતાના રાજયપર બેસાર્યા. નરેન્દ્રોને તે આજ્ઞા છે તેજ સર્વ છે. જાણે સૂર્ય પ્રકાશ હેય, સમુદ્રનું પૂર હોય, ચિત્તને સંચાર હોય, અને પવનનું આગમન હોય તેમ સર્વ ઠેકાણે સંચર ભરત ચક્રવર્તીને નિત્ય ઉલ્લાસ પામતે તીક્ષ્ણ પ્રતાપ, બીજાના ઊંચ વીર્યને પણ તિર
સ્કાર કરે તેવા મોટા શત્રુઓથી પણ સહન થઈ શક્યું નહીં. જેણે પિતાને હાથે કરેલા દાનથી યાચનાં દારિદ્રય, ધર્મરૂપ સૂર્યથી મિથ્યાત્વરૂપ અંધકાર અને ચક્રથી શત્રુઓનાં કુલ નાશ પમાડેલાં છે એવા તે શ્રીભરત રાજા જ્ય પામો. એ ભરત ચક્રવર્તીએ સકલ ભૂમિ ઉપર ગર્જના કરતે ધર્મ એવી રીતે સાંભળે કે જેના દવનિથી તેનાં પાપ અને સર્વ શત્રુઓ નિષ્ફળ થઈ લય પામી ગયા. નમતા એવા રાજાઓના મુગટનાં કિરણોથી જેનું ચરણપીઠ વ્યાપ્ત છે અને જે લેકના તાપને હરનારા છે એવા ભરત ચક્રવર્તારૂપી ચન્દ્ર, પિતાના ગુણરૂપ કિરણોથી શત્રુઓની કીર્તિરૂપી તારાને ત્રાસ પમાડ્યો એ આશ્ચર્ય છે. इत्याचार्य श्री धनेश्वरसूरिविरचिते श्रीशत्रुजयमहातीर्थमाहात्म्ये श्री ऋषभस्वामिजन्म राज्याभिषेक दीक्षा केवलोत्पत्ति भरत
दिग्विजयवर्णनो नाम तृतीयः सर्गः॥३॥ ૧ તારા ચન્દ્રની સ્ત્રી છે, તે છતાં ચંદ્ર તેને ત્રાસ પમાડ્યો, એ આશ્ચર્ય.
For Private and Personal Use Only