________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
કનિષ્ઠ બંધુએપર શાસન અને તેની દીક્ષા.
૧૧૯
(C
1
t
35
સુખ તમારે આધીન છે, બીજું કેાઇ તે સુખને આપી શકે તેમ નથી. તમે પરથી પણ પર છે, કાઇ તમારાથી પર નથી, તમે અનાદ્વિ અને અનંત છે. વિ“ દ્વાના તમારૂં જ્યોતિઃસ્વરૂપે ધ્યાન કરે છે. ત્રણ જગત્ તમારાવડે ધન્યપણું માને “ છે. આ સંસારરૂપ સમુદ્રમાં વહાણુરૂપ એવા તમને નમરકાર છે. હે ભક્તવત્સલ ! “તમારી પાસેથી હું મેાક્ષસુખના આનંદનીજ પ્રાર્થના કરૂં છું. હે નાથ ! હું તમારી “દાસ છું અને તમારી પાસે નાથપણું યાચું છું. હું જગતને શરણ કરવા યોગ્ય “પ્રભુ ! મારી રક્ષા કરો અને મારા ઉપર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે રાજશિરામણિ ભરતે સ્તુતિ કરી, પછી પ્રભુરૂપ ચન્દ્રથી ઝરતા આ પ્રમાણેના દેશનારૂપ અમૃતનું તેણે પાન કર્યું. “ શીલ વ્રત પાળવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, સ“પાત્રમાં દાન આપવાથી ભાગ મેળવાય છે, દેવાચન કરવાથી સામ્રાજ્ય પ્રાપ્ત “ થાય છે અને તપ કરવાથી કર્મને ક્ષય થાય છે, પણ જો એક ભાવના સારી રીતે “ સેવી હાય । તે ક્ષણવારમાં એ સર્વ આપે છે; અને જો અનુક્રમે તે ભાવના ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત થઈ હાય તે। તેથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.” દેશનાને અંતે સુંદરીએ પ્રભુને કહ્યું હે નાથ ! મારી ઉપર પ્રસન્ન થા અને ઢીક્ષા દાનવડે આ સંસારમાંથી મારા ઉદ્ધૃાર કરી.” આવા તેના આગ્રહથી પ્રભુએ તેને હર્ષથી દીક્ષા આપી. તેથી સુંદરી પેાતાના આત્માને અત્યંત ધન્ય માનવા લાગી. મહા ઉજ્વલ મનવાળા ભરત રાજા સુંદરીના દ્વીક્ષા ઉત્સવ કરી, પ્રભુને નમીને પેાતાની નગરીમાં આવ્યા.
'
''
"
એકદા ભરત રાજાએ દર્શનની ઉત્કંઠાથી દિગ્વિજયમાં પણ સાથે નહિ આવેલા પેાતાના અનુજ બંધુએનું સ્મરણ કર્યું, અને તેમને પ્રીતિથી બેાલાવવાને માટે દૂત માકલ્યા. ‘રાજાએ ધણું કરી ાથીજ સંચાર કરે છે.” એ વેગથી ત્યાં જઈ તેમને સામ વાક્યથી સમજાવ્યા, તથાપિ જ્યારે તેઓએ માન્યું નહીં ત્યારે કઠોર વચનથી કહ્યું કે જો તમારે જીવિતથી કે રાજ્યથી કામ હોય તે સવંદા ભરત રાજાની સેવા કરો.' કૃતના મુખથી આવાં કટુ-વચન સાંભળીને તે માન ધરી અષ્ટાપદ ગિરિપર પ્રભુની પાસે ફરિયાદ કરવા આવ્યા. પ્રભુને નમસ્કાર કરીને સ્તુતિ કર્યા પછી નેત્રમાં કાંઈક અશ્રુ લાવી પેાતાના પરાભવને ચિંતવતા તેઓએ પ્રભુને આ પ્રમાણે કહ્યું- પૂજ્ય પિતાજી! જ્યારે આપે દીક્ષા લીધી ત્યારે આપની ઇચ્છા મુજબ આપે અમને અને ભરતને યાગ્યતા પ્રમાણે રાજ્ય વહેંચી આપ્યાં હતાં. તેમાં બીજાની ઉન્નતિ નહીં સહન કરનારા ભરતે દાવાનળની જેમ
૧ ઉત્કૃષ્ટ.
For Private and Personal Use Only