________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
-
૧
-
જેના અનુગ્રહથી સુર અસુર અને મનુષ્ય સંપત્તિવાળા થાય છે તથા zમેઘ, સમુદ્ર, ચંદ્ર, અને સૂર્ય તિપિતાને વ્યાપાર કરે છે અને જેના
| આદેશમાં કામધેનુ, કલ્પવૃક્ષ, દક્ષિણાવર્ત શંખ અને ચિંતામણિ BY-LIી રત વિગેરે રહેલા છે, તે શ્રી આદિજિન હંમેશાં અમારું રક્ષણ કરે.
મહાવીર સ્વામી ઇંદ્રને કહે છે કે, હે ઈંદ્ર! શત્રુઓને આક્રમણ કરનારું એવું ચક્રવર્તી ભરતરાજાનું પરાક્રમ અને ઉત્તમ આશ્ચર્યથી શોભિત એવો તીર્થને પ્રભાવ સાંભળ. એક વખતે ભરતરાજા સુવર્ણના કુંડળથી શેજિત થઈ મેરૂ પર્વત પર ઈંદ્રની જેમ સિંહાસન પર બેઠા હતા; જાણે વિધુતોને સમૂહ હોય તેવા બત્રીસ હજાર રાજાઓના મુગુટમણિના કિરણોથી તેમની સભા પ્રકાશી રહી હતી; અને સામાનિક દેવતાઓથી જેમ ઈદ્ર શેભે, તેમ સમાન વસ્ત્રાલંકારને ધારણ કરવાવાળા મંડળિક અને સામંત રાજાઓથી ભરપતિ શોભતા હતા. તે વખતે પૃથ્વી પર મસ્તક નમાવી સુષેણ સેનાપતિએ બે હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી–હે સ્વામી ! તમારી આજ્ઞા સુખેથી જયાં જયાં સંચરે છે, ત્યાં ત્યાં જિનાજ્ઞાની પેઠે સર્વ રાજાએ તેને મસ્તક પર ધારણ કરે છે; તમારું ચકરલ ઉદય પામતાં સર્વ ક્ષુદ્ર લકો ક્ષય પામી ગયા છે. રવિનું બિંબ પ્રકાશિત થતાં શુ અંધકાર રહે ? તમે પૃથ્વીપર કરદાન અને અસ્ત્રદાન કર્યું, તેથી દારિદ્રય અને શત્રુસમૂહ બંને ક્ષય પામી ગયા છે, તથાપિ જેમ અભવ્ય પુરૂષના માનવાળા હૃદયમાં જિનેશ્વર ભગવંતનો બોધ પ્રવેશ કરતો નથી, તેમ ચરલ શસ્ત્રાગારમાં પ્રવેશ કરતું નથી.” આવાં સેનાપતિનાં વચન સાંભળી ભરતેશ્વરે મંત્રીશ્વરના મુખ સામું જોયું. કારણ કે “રાજાઓ પ્રાયઃ મંત્રીમુખા હોય છે.' પછી વિશ્વભર નામના મુખ્ય મંત્રીએ અંજલિ જેડી પ્રણામ કરી વિનય નમ્ર થઈ આદરથી ભરત ચક્રીને કહ્યું. “હે મહા
૧ વાંચનારાઓને યાદ આપવાની જરૂર નથી કે આખું શત્રુંજય માહામ્ય ઇદ્ર સન્મુખ શ્રી વીરપરમાત્મા કહે છે. ૨ શસ્ત્ર-હથિયાર રાખવાનો ઓરડે.
For Private and Personal Use Only