________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે તીર્થને ઉદ્ધાર કરે છે અને તેમાં આપની આજ્ઞાની જરૂર છે. તો તમે તીર્થને ધ્વંસ અને સર્જન કરવાથી બ્રહ્મા તુલ્ય થાઓ એમ ઈચ્છું છું.
સમરાસિંહની આ વાત સાંભળી અલપખાન અત્યંત પ્રસન્ન થયો અને બોલ્યો કે, તારું ઇચ્છિત કાર્ય કર. સમરસિંહે કહ્યું કે, જો તમે પ્રસન્ન થયા છે તે મને ફરમાન આપો કે જેથી મારું ધારેલું કાર્ય નિર્વિદન સિદ્ધ થાય. ખાને ફરમાન આપવા માટે બહેરામ મલિકને આજ્ઞા કરી અને કહ્યું કે સમરસિંહ મને પ્રાણથી પણ પ્રિય છે. બહેરામ મલિકે ફરમાન લખ્યું અને તેને લઈને તે સમરસિંહની સાથે અલપખાનની પાસે આવ્યો.ખાને ફરમાન હાથમાં લઈ વાંચી મલિક બહિરામને હુકમ કર્યો કે, સ્વર્ણની બનાવેલી અને મણિ મુક્તાફળ જડેલી શિરસ્ત્રાણ સહિત તસરી ખજાનામાંથી લાવો. મલિક બહિરામે સરીફ લાવીને અલપખાનને આપી, ખાને તે સમરસિંહને આપી, અને પછી ફરમાન આપીને કહ્યું કે, હવે તારું ઈષ્ટ કાર્ય સિદ્ધ કર. સમરસિહ ખાનને પ્રણામ કર્યા અને તે શિરસ્ત્રાણુ (પાઘડી) સહિત તસરીફા પહેરી અલપખાને મંગાવેલા ઉત્તમ અશ્વ ઉપર બેઠે. સમરસિંહ ફરમાન લઈ બહિરામ મલિકની સાથે પિતાને ઘેર આવ્યો. અને વિવિધ પ્રકારનાં ભેટ| વડે બહિરામ મલિકને સંતુષ્ટ કર્યો.
ત્યાર પછી સમરસિંહ નગરજન સહિત ગુરુને વંદન કરવા પૌષધશાલામાં ગયા અને ગુરુને વંદન કરી ફરમાન પ્રાપ્તિની હકીકત કહી. ગુરુએ કહ્યું-“ તારું ભાગ્ય ચડીયાતું છે કે મૂર્તિના દ્વેષી ખાને તીર્થોદ્ધારની અનુજ્ઞા આપી.” સમરસિંહે ગુને વિનતિ કરી કે, પૂર્વે વસ્તુપાલ મન્ત્રીએ મૂર્તિવિધાન માટે મમ્માણશૈલફલાહીસંગમરમર પત્થરની શિલા મંગાવેલી છે અને હજી તે ભોંયરામાં અક્ષત સ્થાપેલી છે, તેની નવીન પ્રતિમા કરાવું? ગુરુએ કહ્યું કે જે
૧૫
For Private and Personal Use Only