________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમ્માણફલહી મસ્ત્રીએ આણેલી છે અને તે તેણે સંઘને સમર્પિત કરી છે. માટે ચતુર્વિધ સંઘની અનુમતિ લઈને તેની આદિ જિનની પ્રતિમા કરાવી શકાય.
સમરસિંહે પ્રીઅરિષ્ટનેમિના મંદિરે સર્વ આચાર્યો, શ્રાવકે
અને સંઘના અગ્રણીઓને એકઠા કર્યો. અને સંઘની અનુમતિ માગવી. સંઘને હાથ જોડીને વિનંતિ કરી કે ધર્મ
ના વેરી સ્વેચ્છાએ કલિકાળના પ્રભાવથી શત્રુંજય તીર્થાધિપતિની પ્રતિમાનો ભંગ કર્યો છે. તીર્થ અને તીર્થનાયકનો ઉછેદ થવાથી શ્રાવકોના સઘળા ધર્મો અસ્ત થશે. તીર્થ નહિ હોય તો: દ્રવ્યસ્તવના અધિકારી શ્રાવ શી રીતે દ્રવ્યસ્તવનું આરાધન કરશે; માટે સંઘની આજ્ઞા હોય તો હું તીર્થાધિપતિની પ્રતિમા કરાવું . મસ્ત્રી વસ્તુપાલે મંમાણખાણથી લાવેલી ફલાહી હજી ભોંયરામાં અક્ષત પડેલી છે અને તેણે તે સંઘને સોપી છે. જે સંઘની આશા હોય તો તેની પ્રતિમા ઘડાવું અથવા બીજી ફલાહી મંગાવી કરાવું ?
આચાર્યો, સઘપતિઓ અને શ્રાવકોએ સમરસિંહની પ્રશંસા કરી
અને તેણે કહેલી વાતનો વિચાર કરી બોલ્યા કે, સંઘની ઈચ્છા. આ ભયંકર કલિકાલ છે, તેથી મન્નીએ ઘણું
દ્રવ્યના વ્યયથી લાવેલી મંગાણુફલાહી સંઘને સમર્પિત કરેલી છે, તેને બહાર કાઢવાને અત્યારે સમય નથી, તે ભલે એમને એમ રહે. તમે આરાસણની ખાણથી બીજી ફલડી મંગાવી તેની નવીન પ્રતિમા કરાવે એમ સંઘ ઈચ્છે છે.
સમરસિંહ સંઘના આદેશને માથે ચડાવી પિતાને ઘેર ગયો અને પિતાના પિતા દેશલશાહને બધો વૃત્તાંત કહો.
For Private and Personal Use Only