________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨
તે વિદ્યાધર,એ કહેવતની સત્યતા જેવાને પૃથ્વી પર આવ્યો. ૮૧૫ તે સમયે પોલીસક નામના ગામમાંથી સમિધ લેવાને ગયેલે કોઈ એક તાપસ તેના જેવામાં આવ્યો. ૮૧૬ એટલે તે વિદ્યાધરે મુનિની પાસેજ ચરી રહેલી એક (માયાવી) ગાય ઉત્પન્ન કરી. તે ગાયને પૂલ શરીરવાળી જોઇને ઋષિએ માની લીધું કે, આ તે ખરેખર કામધેનું છે. ૮૧૭ પછી તે ગાય જ્યારે આકાશમાં ઉડી, ત્યારે પેલે તાપસ પણ પોતાના મનુષ્ય શરીરથી જ સ્વર્ગમાં જવાની ઈચ્છાથી ગાયને પુછડે વળગી પડ્યો. ૮૧૮ તે જ ક્ષણે વિદ્યાધરની તે માયા, વૈતાદ્રવ્ય પર્વતમાં જઈ પહોંચી અને તેને પુછડે વળગેલા પેલા તાપસે પણ તે પ્રદેશને જ સ્વર્ગ માની લીધું. ૮૧૯ ત્યાં વિદ્યારે તેમને પોતાને ઘેર લઈ જઈ લાડુ ખવરાવ્યા, ત્યારે મુનિએ તે મોટા મોટા તે લાડુને જ સ્વર્ગનાં ફળ માની લીધાં. ૮૨૦ અને તે સ્વાદિષ્ટ લાડુથી તૃપ્ત થઇ હદયમાં તેણે વિચાર કર્યો કે ખરેખર આટલા દિવસ સુધી મારો જન્મ વ્યર્થ જ ગયે; ૮૨ પણ હવે સ્વર્ગનું આ અપૂર્વ ભેાજન પામીને હું કૃતાર્થ થયો છું; અને ગામના સર્વ લેકીને પણ આ ભજનનાં હું દર્શન કરાવું, કેમકે પરદેશમાં ગમે તેટલી લક્ષ્મી સંપાદન કરી હોય તે પણ તેથી શું? એ લક્ષ્મી, બીજા બેટમાં જેમ સૂર્યની શોભા જોવામાં આવતી નથી તેમ, પિતાના માણસેના જોવામાં આવતી નથી. ૮ ૨૨-૮૨૩ આ નિશ્ચય કરી તે મુનિ, ચરવા માટે જતી પેલી ગાયના પુછડે ફરીથી વળગી પડયો અને સુતરના તાંતણાની પેઠે પૃથ્વી પર આવી પહોંચ્યો. ૮૨૪ તેણે સત્વર પોતાના ગામમાં જઈ સ્વર્ગના મેદક-ભોજનની વાત સર્વ માણસ આગળ કહેવા માંડી. કેમકે તરાના પેટમાં ગયેલી ખીર કદી સ્થિર રહે? ૮૨૫ પછી તો તેણે વારંવાર ગાલ ફુલાવી ફુલાવીને સ્વર્ગનાં ફળનું વર્ણન કરવા માંડયું અને ગામનાં લોકોને તે
(૧૪)
For Private and Personal Use Only