________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહલાદનપુર-(પાલનપુર)માં આવ્યો. તે નગરમાં પ્રવેશ કરતાં તેને સારા શકન થયા અને તેણે હંમેશાં ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ત્યાં ઉપકેશગચ્છની નિશ્રાએ પાર્શ્વનાથનું મંદિર હતું. તેની આ શેઠ સારસંભાળ રાખતા હતા. તેમને આજડ નામે પુત્ર થયે. આજડને ગેસલ નામે પુત્ર થયે. ગાલને ગુણુમતી થકી અસાધર, જેસલ અને લાવણ્યસિંહ નામે ત્રણ પુત્ર થયા. પિતાએ તેઓને અનુક્રમે રત્નથી, ભેળી અને લક્ષ્મી એ ત્રણ કન્યાએ પરણવી. દેવયોગથી ગોસલ નિર્ધન થયે અને થોડા દિવસમાં મૃત્યુ પામ્યો. આશાધરે પિતા મૃત્યુ પામવાથી બાલ્યાવસ્થામાં ઘરને બધો ભાર ઉપાડી લીધે. એક વખત દેવગુપ્તસૂરિને આશાધરે પોતાની જન્મપત્રિકા બતાવીને પૂછયું કે “ભગવાન ! હું કયારે ધનવાન થઈશ ?' ગુરુએ કહ્યું કે “તને થોડા દિવસમાં પુષ્કળ ધન મળશે, પરંતુ તેને દક્ષિણ દિશામાંથી ધન લાભ થશે. ત્યાર પછી આશાધર દક્ષિણમાં દેવગિરિ નગરમાં પોતાના ભાઈઓને મોકલી નિરંતર વેપાર કરવા લાગ્યો અને ત્યાંથી તેણે પુષ્કળ લક્ષ્મી મેળવી.
એક દિવસે તેણે ગુરુને વિનતિ કરી કે આપ વૃદ્ધ થયા છે તે કોઈને આચાર્યપદ આપો. આચાર્યે કહ્યું કે સચ્ચિકદેવીના આદેશ સિવાય કઈને આચાર્યપદ અપાતું નથી આવી ગચ્છની મર્યાદા છે. ત્યાર પછી તે શ્રેષ્ઠીના આગ્રહથી દેવગુપ્તસૂરિએ કેશગચ્છની સ્થિતિ કહી:
ઊંકેશગ૭૫મ પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત ગણધર
કેશીગણધર
સ્વયંપ્રભસૂરિ
(૧) રત્નપ્રભસૂરિ
For Private and Personal Use Only