________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધસેનસૂરિના શિષ્ય કક્કસૂરિએ આ પ્રબન્ધમાં કર્યું છે. તેના સંક્ષિપ્ત ઐતિહાસિક સાર આ પ્રમાણે છે.
પ્રથમપ્રસ્તાવ
અહિં પ્રબન્ધકાર પ્રથમ મગલરૂપે આદિજિન, મહાવીરસ્વામી અને બીજા તીર્થંકરાની સ્તુતિ કરે છે. ત્યાર પછી સ્વગુરુ, સરસ્વતી અને સજ્જન—દુર્જનની સ્તુતિ કરી ગ્રન્થનેા પ્રારંભ કરે છે. મરુભૂમિમાં ઉપકેશપુર નામે નગર હતું. જ્યાં રત્નપ્રભાચાયે મહાવીર નિર્વાણથી સીત્તેર વર્ષે વીરમંદિરની
વેસર
સ્થાપના કરી હતી. તે નગરમાં ઉપકેશ નામે ઉન્નત વશમાં થયેલા વેસટ નામે ધનાઢચ શ્રેષ્ઠી રહેતા હતા. એક વખતે તેને કાઇ પણ કારણુથી નગરના મુખ્ય માણસા સાથે વિરોધ થયા, તેથી તે શ્રેષ્ઠી ત્યાં રહેવું અયેાગ્ય ધારી
નગરના ત્યાગ કરી કીરાટક્રૂપ નામે નગરમાં આવ્યેા. ત્યાં પરમાર કુળને જૈત્રસિંહ નામે રાજા રાજ્ય કરતા હતેા. તેની પાસે તે શ્રેષ્ઠી ભેટડુ લઇને ગયા. રાજાને મણામ કરી તેની પાસે ભેટછું મૂકયું. રાજાએ પણ વજ્રાદિ વડે તે શ્રેષ્ઠીનું સન્માન કરી આવવાનું કારણુ પૂછ્યું, શ્રેષ્ઠીએ ઉત્તર આપ્યા કે આપના ગુણેાથી આકર્ષિત થઇ અહીં આવ્યેા ધું. રાજાએ તે શેઠને રહેવા માટે આવાસ આપ્યા અને શેઠ કુટુંબસહિત સુખપૂર્વક રહેવા લાગ્યા. હંમેશાં રાજા પાસે જવા આવવાથી પરિચય વધતાં બન્નેને ગાઢ પ્રીતિ થઇ. રાજાએ વેસટને તેના ગુણથી પ્રસન્ન થઇને નગરશેઠપણું આપી સર્વ વેપારી એમાં અગ્રણી કર્યાં. વેસટે જૈત્રસિંહને અહિંસા વિષે ઉપદેશ કર્યાં. અને જૈત્રસિંહે વેસટના ઉપદેશથી માણીએની હિંસાના ત્યાગ કર્યો.
For Private and Personal Use Only