________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીનતા એતિહાસિક દષ્ટિએ પણ સિદ્ધ છે. ત્યાર પછીના પ્રાચીન અને અર્વાચીન ઘણુ ગ્રન્થોમાં તેના નામ અને વર્ણન સંબધે ઘણું ઉલ્લેખો મળી આવે છે. આ તીર્થ અનેક કાળચકની સમ વિષમ પરિસ્થિતિમાં પસાર થતું હજી પણ યોગીની પેઠે ઉન્નત મસ્તકે પિતાના પ્રભાવને વ્યક્ત કરતું ઉભું છે. આ પાવન તીર્થને અનેક મહાપુરૂષોએ આવી પોતાના ચરણસ્પર્શથી પવિત્ર કર્યું છે. અને તે તીર્થે અનેક પતિને પાવન કરી પોતાની પવિત્રતા સાર્થક કરી છે. અહિં અનેક જ્ઞાની, ધ્યાની અને તપસ્વીઓએ આવી પોતાના આત્મકલ્યાણની સાધના કરી છે. અનેક સંઘપતિઓ સંઘ સાથે આવી આ તીર્થના દર્શન અને ભક્તિથી કૃતાર્થ થયા છે.
પૂર્વે આ તીર્થના અનેક ઉદ્ધાર થયા છે. જ્યારથી ગુજરાતમાં મુસલમાનોએ પ્રવેશ કર્યો અને તેની સત્તા નીચે ગૂજરાત આવ્યું ત્યારથી તેમના હાથે અનેક તીર્થોનો વંસ થયો છે. આ શત્રુંજય તીર્થ પણ તેમના આક્રમણથી બચ્યું નથી. વિ.સં.૧૩૬લ્મ અલ્લાઉદ્દીન ખીલજીના સેન્ચે મુખ્ય મંદિરનો નાશ કર્યો અને આદિજિનની પવિત્ર પ્રતિમાનો ભંગ કર્યો. તેવા સમયમાં તેનો ઉદ્ધાર કરવો કેટલો મુશ્કેલ હતો તેની વાસ્તવિક કલ્પના પણ અત્યારે આ પણ આવી શકે નહિ. તે વખતે પાટણમાં દેશલશાહ અને તેને પુત્ર સમરસિંહ રહેતા હતા. તે ધનાઢય, બુદ્ધિમાન અને ઘણી જ લાગવગવાળા હતા. શત્રુંજય તીર્થના ભંગની હકીકત જાણે તેમને ઘણું જ દુઃખ થયું અને ઊકેશગરછીય સિદ્ધસેનસૂરિના ઉપદેશથી દેશલ શાહ અને સમરસિંહને તીર્થના ઉદ્ધારની તીવ્ર ઈચ્છા થઈ. સમરસિંહ તો પાટણના પ્રથમ સુબા અલપખાનનો ખાસ પ્રીતિપાત્ર અને વિશ્વાસુ મિત્ર હતા. સમરસિંહે અલપખાનનું મન રંજિત કરી શત્રુંજયના ઉદ્ધાર કરવાનું ફરમાન મેળવ્યું, અને તેણે આદિજિનનું મુખ્ય મંદિર તથા દેવકુલિકાઓ વગેરેને ઉદ્ધાર કર્યો, તેમજ આદિ જિનની પ્રતિમા નવીન કરાવી ઉપકેશગચ્છના સિદ્ધસેન રિદ્વારા પ્રતિષ્ઠા કરાવી. એ બધી હકીકતનું સવિસ્તર વણન
For Private and Personal Use Only