________________
Shri Mahavir Jain Aradhana Kendra જોક*
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામાપનમાં સ્વર પ્રયોગ અતિ મહત્ત્વનો છે. બૃહ. અને છાંદોગ્ય ઉપનિષદ્ સામગાનમાં નો સ્વર જ સર્વસ્વ છે તેમ જણાવે છે. છાંદોગ્ય ઉપનિષમાં પણ સામની ગતિ સ્વર અને સ્વરની ગીત પ્રાણ છે તેમ જણાવ્યું છે. આ સામગાનમાં કંઠરવનું ખૂબ જ મહત્વ છે.
સ્વરનું સૌષ્ઠવ હોવું તે જ તેનું આકર્ષણ છે. દેવતાધ્યાય બ્રાહ્મણમાં"સ્વર સારી રીતે ગવાય, તે જ સામગાન છે." એમ કહ્યું છે. આ સામાનની શરૂઆત ગાયત્ર સામર્થ થાય છે તેમજ પ્રારંભ ગાંધારથી થાય છે. તે શામક છે, મનની લાગણીને સમાવે છે. મનને સ્થિર કરે છે. અંત પણ તેનાથી જ
કાકw*ફMW - ક
થાય છે.
સામગાનમાં સ્વરોનાં સ્વરાંકનનું પણ મહત્ત્વ છે. સામવેદમાં ઉદાત્તસ્વર ઉપર-૧, અનુદાત્તસ્વર– ૨ અને સ્વરિત ૩એ રીતે સામવેદમાં સ્વરકન કરવામાં આવે છે. પ્રચય સ્વરને સ્વરાંકન રહિત છોડી દેવામાં આવે છે. એ જ પ્રમાણે સામયોનિ ગનમાં સ્વરાંકન કરવામાં આવે છે, પરંતુ કયારેક 3, , ૩ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. દા.ત. સામવેદની પહેલી તા- ધન | વા ! તયે |
કાજે
2 જુદાં જુદાં દેવતાઓના જુદાં જુદા સામ અને ગામઃ
વિનર્દિ નામનું ગાન અગ્નિનું છે. ઉદ્દગાતાએ પશુઓના હિત માટે તેનું ગાન કરવું. પ્રજાપતિનું ગાન અસ્પષ્ટ અને રામનું ઉદ્દગાન સ્પષ્ટ છે, વાયુ દેવતાનું ઉડ્યાન મૃદુ અને મધુર છે, ઈન્દ્રનું મધુર અને પ્રવનયુક્ત છે, બૃહસ્પતિનું ક્રૌંચ પક્ષીના અવાજ જેવું છે. વરુણનું તૂટેલા કાંસાના વાસણ જેવું છે. આમાં વરુણનું છોડીને બધાં જ ઉદ્ગીયોનું ઉચ્ચારણ કરવું. કેવી રીતે ઉદ્ગાન કરવું?
દેવતાઓ માટે "અમૃતાના” સાધન એમ કહીને ઉજ્ઞાન કરવું, પિતૃઓ માટે "સ્વધા, મનુષ્યો માટે ઈચ્છિત બાબતો, પશુઓને માટે ઘાસ અને જળ, યજમાનને માટે સ્વર્ગલોક, પોતાને માટે અન, એમ મનમાં ધ્યાન ધરવું અને સાવધાન થઈને સ્તુતિ કરવી.
ઉચ્ચારણ સમયે એ બાબતનું પણ ધ્યાન ધરવું કે બધાં સ્વરો ઈન્દ્રનો આત્મા છે, બધા ઉષ્માક્ષર પ્રજાપતિનો આત્મા છે, સ્પર્શાક્ષર મૃત્યુનો આત્મા છે. બધાં જ સ્વર ઘોષયુક્ત જોરથી બોલવા યોગ્ય છે, તે બોલતી વખતે મનમાં એવો વિચાર કરવો કે, હું ઈન્દ્રમાં પ્રયત્નની સ્થાપના કરું છું, બધાં જ ઉષ્માક્ષર વિકૃત(પ્રત્યક્ષ પ્રયત્નવાળા) છે, તેની સ્થાપના પ્રજાપતિના આત્મામાં કરવી, સ્પર્શાવાર વીરે—ધીરે
૩૯૦
For Private And Personal Use Only