________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રણવ* :
જે સંન્યાસી દરરોજ બાર હજાર પ્રણવ મંત્રનો જપ કરે છે, તેને બાર મહિનામાં પરબ્રહ્મના સાક્ષાત્કાર થાય છે. સંન્યાસીનો પ્રભાવ :
જ્ઞાની સંન્યાસી જ શ્રેષ્ઠ છે. ભગવાન વિષ્ણુનું જે પરમધામ આકાશમાં પ્રકાશિત સૂર્યની સમાન ચિન્મય પ્રકાશથી પરમવ્યોમમાં વ્યાપ્ત છે જ્ઞાની ઉપાસકને હંમેશાં તેનું દર્શન થાય છે. જે કામનારહિત ઉપાસક હોય છે તે તે ધામમાં પહોંચી જઈને તે ધામને વિશેષ તેજસ્વી બનાવે છે.
" તું મા એમ જે ત્રણ વાર ઉચ્ચારણ કરે છે, તેને જોઈને સૂર્ય પણ ભયભીત થઈ જાય છે, કારણ કે તેને એમ લાગે છે કે આ મારા મંડલને મેદીને પરબ્રહ્મને પ્રાપ્ત કરી લેશે. આ સંન્યાસી પોતાના આગળના અને પાછળના 50-50 કુળોનો ઉદ્ધાર કરી દે છે.
આમ ઉપનિષદોમાં સંચાસના વિધિ-નિયમ આપેલાં છે, પરંતુ બાહ્ય–આચરણ મહત્ત્વનું નથી, આંતરિક વૈરાગ્ય જ મહત્ત્વનો છે.
૧૫૨
For Private And Personal Use Only