________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગળ ઉપર કામ આવશે. તેમ સમજી ભેગું કરી રાખવું તે પણ સંચય છે. સુશ્રુષા, લાભ, પૂજા, યશને માટે જે ચેષ્ટા કરવામાં આવે તે પણ પરિગ્રહ છે. (૪) શિષ્ય કરવા : જે આત્મ-કલ્યાણની ઇચ્છાથી કાણાપૂર્વક પાસે આવ તે સિવાય અન્ય શિષ્ય કરવા તે શિષ્યસંગ્રહ છે. (૫) દિવસમાં સૂવ સંન્યાસીમાં વિદ્યા દિવસનો પ્રકાશ છે અને અવિદ્યા રાત્રિનો અંધકાર છે. તેથી વિદ્યાભ્યાસમાં પ્રમાદ કરવો તે દિવસમાં સૂવું, તેમ કહેલું છે. ગીતા પણ આ જ બાબત કહે છે. (૬) નિરર્થક વાતો કરવી© : આધ્યાત્મિક કથા, ભિક્ષા, પૂછેલા પ્રશ્નનો ઉત્તર, તે સિવાય વાત-ચીત કરવી. તે નિરર્થક વાર્તાલાપ છે. આપત્તિના સમયે:
આપત્તિના સમયે સંન્યાસી માર્ગો માટે પોતાની પાસે અત્યંત જરૂરિયાતની વસ્તુ રાખી શકે છે, એ સિવાય કોઈ વસ્તુ પાસે રાખવી જોઈએ નહીં.
તન ઢાંકવા માટે આવશ્યક વસ્ત્ર જ રાખવું, વિશેપ નહીં.
જીરૂદવાર :
અન્ય પ્રાણીઓના કલ્યાણ માટે દીનતાનું આચરણ કરવું જોઈએ. કર્મથી દૂર રહેવું
કર્મથી બંધન થાય છે, તેથી જ્ઞાની સંન્યાસી કર્મથી પથફ રહે છે. તેથી જ સંન્યાસીએ સર્વ પ્રપંચને જ્ઞાનરૂપી અગ્નિમાં બાળી નાખવા જોઈએ. વાસ્તવમાં જે આત્મામાં અગ્નિનો સમારોહ કરે છે. તે જ મહાજ્ઞાની અગ્નિહોત્રી છે.
પ્રાયશ્ચિતઃ
(૧) વાણીદંડઃ વાણીથી કોઈ પાપ કર્મ થઈ જાય તો તેનાં દંડ માટે મોન રહેવું (૨) કાયાડઃ શરીરથી કોઈ પાપ થઈ જાય તો તેના દંડ માટે ઉપવાસ કરવો. (૩) મન-દંડ: મનને દંડ આપવા માટે પ્રાણાયામ કરવો.
સંન્યાસીથી મન-વચન-કર્મથી કોઈ પણ પાપ થઈ જાય તો તે બાર હજાર તારક મંત્રનો જપ કરવો.
૧૫૧
For Private And Personal Use Only