________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જનતાનું ધન હરણ કરવાની પ્રચંડ લીલા એક યા બીજા બહાના હેઠળ ચાલી રહી છે. દુઃખની વાત તો એ છે કે આજનો શિક્ષિત વર્ગ-એન્જિનીઅરો, ડૉકટરો, વકીલો તેમ જ વિદ્વાન વર્ગ પણ તેમાંથી બાકાત નથી તેનું મુખ્ય કારણ ઉપર જણાવ્યું છે તે છે - એટલે કે વૈદિક સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતની પ્રજા વેપારી છે, એવી છાપ આપણી ગુજરાતની પ્રજાની સર્વત્ર છે એ દષ્ટિએ વિચારીએ તો ગુજરાત એક મોટું સાંપ્રદાયોનું બજાર છે. ભારતના કોઈ પણ રાજ્યમાં જે કોઈ સંપ્રદાયરૂપી દુકાન ન ચાલતી હોય તેવી બધીજ દુકાનોનું મોટું બજા૨ ગુજરાત બની ગયું છે. અને ગુજરાતી પ્રજા વેપારી હોઈ, સંપ્રદાયવાદીઓને તેમની દુકાનો ચલાવવાની ઘણી જ અનુકૂળતા આવી ગઈ અને ગુજરાતની પ્રજા તેમના ગ્રાહક પણ બની ગઈ.
આનો સીધો સાદો અર્થ એ થયો કે ઈશ્વરની ભક્તિના અંચળા હેઠળ આપણને સંપ્રદાયવાદીઓના ઢોંગ, ધતિંગ અને પાખંડ ગમે છે. કારણ ગમે તે હોય પરંતુ આપણે ઈશ્વરને તેમ જ તેમની ભક્તિને સાચા સ્વરૂપમાં સમજવી નથી, અરે ખોટી માન્યતાઓ અને આડંબરોને ત્યજીને તેમનાં સાચાં સ્વરૂપને પણ સમજવા તૈયાર નથી એ ઘણા જ દુઃખની બાબત છે. આપણા આવા માનસિક પ્રતિભાવથી સંપ્રદાયવાદીઓને પણ આપણી ભક્તિ માફક આવી ગઈ છે.
પરંતુ હે મારા સુજ્ઞ ગુજરાતી ભાઈ-બહેનો આ નથી ભક્તિ કે નથી આવી રીતે ભક્તિ કરવાનું કોઈ પણ આર્પ-ગ્રંથમાં પ્રમાણ. એ તો માત્ર સંપ્રદાયવાદીઓની મિથ્યા કલ્પનાથી માનેલા ભગવાન છે, જે ભક્તિ કરવાથી આપણો મનુષ્યજન્મ એળે (નકામો) જાય છે, કારણ કે એમાં આત્માને કંઈ જ લાભ થતો નથી. એનાથી નથી તો પુણ્ય મળતુ કે ન તો એ શુભ કર્મ છે. ટૂંકમાં એવી ભક્તિનું કોઈ ફળ નથી. ઊલટું આ પછીનાં જીવન પછી અશુભ કર્મ કર્યાં હશે તો પશુ-પક્ષી, કીટ, પતંગ વગેરે યોનિમાં જન્મ થશે. હા આપણી ભક્તિથી મઠાધિશો, મહંતો, તેમના શિષ્યો, મહાદેવ, મંદિરના પૂજારીઓ તથા બની બેઠેલા ગુરૂઓને આપણી અંધભક્તિનું ફળ જરૂર મળે છે. એટલે કે કોઈ પણ જાતનો પરિશ્રમ કર્યા વિના જ મિઠાઈ-મેવા, દાન, વાહ વાહ, મોજશોખ વગેરે માટેનું ધન તેઓને જરૂર મળે છે.
આ
માટે ગુજરાતની શાણી પ્રજાને આ યોગશાસ્ત્ર યાને ભક્તિ-વિજ્ઞાનનું એક વખત પણ વાંચન ક૨વા અનુરોધ કરૂં છું જેથી ઈશ્વરની સાચી ઉપાસના યાને ભક્તિ કેવી રીતે કરવી તેનું જ્ઞાન થઈ જાય અને મહાદેવ, મંદિરમાં જવું કે ન જવું તે વાત પણ સમજાઈ જાય.
યોગદર્શન
For Private and Personal Use Only