________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છેલ્લે યોગદર્શન મહાવિદ્યાલય, આર્યવન, રોજડ, જિ. સાબરકાંઠાના મહાન વિદ્વાન તપસ્વી, સમાદરણીય બ્ર. આચાર્ય જ્ઞાનેશ્વર આર્યની પ્રેરણાથી આ ભાગ્યનો અનુવાદ કરવાનો ઉત્સાહ વધી ગયો કેમ કે તેને છપાવવાની સંપૂર્ણ જવાબદારી તેમણે સ્વીકારી છે તે બદલ હું કૃતકૃત્યતા અનુભવું છું તેમ જ તેમનો અધિકતમ ધન્યવાદ કરૂં છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદરણીય શ્રી જ્યંતીલાલ કે. પટેલ તથા તેઓશ્રીનાં ધર્મપત્ની અ.સૌ. ગીતાબહેન પટેલ સાથે કેલિફોર્નિયામાં મળેલા, આર્યસમાજ ઑફ અમેરિકાના ૮ મા વાર્ષિક મહાસંમેલનમાં મારે આ યુગલનો પ્રથમ પરિચય થયો. મેં તેમને મારૂં થોડુંક ગુજરાતી સાહિત્ય પ્રદાન કર્યુ. તેમાંથી તેમને જાણ થઈ કે વૈદિક દર્શન ગ્રંથોનો અનુવાદ કરીને કોઈ પણ જિજ્ઞાસુના સ્વજનની સ્મૃતિ અર્થે પ્રકાશિત કરૂં છું એટલે તેમણે મારી સામે મા. શ્રી જે. કે. પટેલનાં માતા-પિતાના સ્મરણાર્થે કોઈક દર્શન ગ્રંથ પ્રકાશિત કરવા જણાવ્યું. મેં આચાર્ય શ્રી રાજવીર કૃત પાતંજલ - યોગદર્શન વ્યાસ ભાષ્યના ગુજરાતી અનુવાદની શરૂઆત તો કરી દીધેલી હતી જ. અને કોઈક પુરસ્કર્તા મળે તેની વિમાસણમાં હતો જ, ત્યારે તેમણે સામેથી જ પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો.
-
આમ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાએ શુભ કાર્ય સરળ બની ગયું. અ.સૌ. શ્રીમતી ગીતાબહેન જે. કે. પટેલ દંપતીએ આ ગ્રંથ છપાવીને પ્રકાશિત કરવામાં સંપૂર્ણ આર્થિક સહયોગ પ્રદાન કરીને મારા જેવા અનુવાદકને અત્યાધિક પ્રોત્સાહિત કર્યો છે. તે બદલ આર્ય યુગલને કોટિ કોટિ ધન્યવાદ કરૂં છું. અ.સૌ. શ્રીમતી ગીતાબહેન બી.એ. વીથ ઓનર્સ બોમ્બે યુનિવર્સિટીનાં ગ્રેજ્યુએટ છે તથા રજિસ્ટર્ડ નર્સની યુ.એસ.એ.ની ડીગ્રી પણ ધારણ કરેલી છે. એટલે શિક્ષણ ક્ષેત્રે ઘણાં જ આગળ છે. જયારે તેમના પતિ મા. શ્રી જ્યંતીલાલ કે. પટેલ વ્યાપાર ધંધામાં ઘણા જ કુશળ છે અને અહીંના હોટેલ-મોટેલના ધંધામાં વ્યસ્ત છે. તેઓશ્રી નાની મોટી ઘણી જ મોટેલોના માલિક છે.
એ આર્ય યુગલને સો વર્ષ અથવા તેથી પણ વધુ આયુષ્ય ૫રમાત્મા પ્રદાન કરે, તેમ જ આવાં શુભ કાર્યોમાં ભવિષ્યમાં સહયોગ પ્રદાન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા તેમને પ્રેરવા કૃપા કરે એવી હાર્દિક પ્રાર્થના કરૂં છું.
ચિનુભાઈ ગોરધનભાઈ પટેલ
B.S.E.E., LL.B.
- ન્યુજર્સી, યુ.એસ.એ.
યોગદર્શન
For Private and Personal Use Only
૩