________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
અનુવાદક - ચિનુભાઈ ગો. પટેલ
પાતંજલ યોગશાસના મહર્ષિ વ્યાસકૃત ભાખના, મહાન વિદ્વાન આર્ય ગ્રંથોના અધ્યેતા માન્યવર આચાર્ય રાજવીર શાસ્ત્રીજીના કરેલા હિંદી અનુવાદનું ગુજરાતી ભાષાંતર આર્ય પાઠકોના હાથમાં મૂક્તાં ઘણો જ આનંદ અનુભવું છું.
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી અને તેમની અંતઃ પ્રેરણાથી ગુજરાતી અનુવાદ કર્યો છે, એમ કહું તો ખોટું નથી. કારણ કે હું પરમાત્માની ભક્તિ વૈદિક ઢંગથી કરું છું અને આ યોગશાસ્ત્ર પણ ભક્તિ વિજ્ઞાન જ છે. યોગશાસ્ત્ર તથા ઉપાસના એ ભક્તિ વિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો ગણીએ તોપણ અયથાર્થ નથી.
આ અનુવાદમાં ક્રમ આ પ્રમાણે છે - પ્રથમ સૂત્ર, પછી સૂત્રાર્થ, ભાખ-અનુવાદ અને આચાર્ય રાજવીર શાસ્ત્રીજીનો ભાવાર્થ અને છેલ્લે મૂળ ભાષ્યની પાદ-ટીપ્પણીને નોંધ રૂપે મૂકવામાં આવી છે. આ ગ્રંથમાં મહર્ષિ વ્યાસનું સંસ્કૃત-ભાપ્ય છોડી દેવામાં આવ્યું છે, કારણ કે સામાન્ય જનતા સંસ્કૃત ભાષાથી અનભિજ્ઞ હોઈ, તેને પડતું મૂકવામાં આવ્યું છે છતાં પણ જે જિજ્ઞાસુને સંસ્કૃત ભાષ્ય જોવાની ઈચ્છા હોય તેમણે આચાર્ય રાજવીર શારીજીનું પાતંજલ-યોગશાસ્ત્ર જોવા વિનંતી છે. - આ યોગશારામાં સામાન્ય સંસારીઓ માટે પણ યોગમાં દાખલ થવાની રીત મહર્ષિ વ્યાસે બતાવી છે જેને ક્રિયાત્મક્યોગ કહે છે. સ્વાધ્યાય, તપ અને ઈશ્વર-પ્રણિધાન એ ત્રણ એનાં મુખ્ય અંગ છે. કોઈ પણ સંસારી વ્યક્તિ આ અંગોથી યોગમાં પ્રવેશ કરી શકે છે. તેમની વ્યાખ્યા તથા વિગતવાર વર્ણન માટે આ ગ્રંથનો સાધન-પાદ જોવા તેમ જ ચિંતન કરવા યોગ્ય છે.
અનુવાદના મૂળ હેતુ એ છે પ્રથમ તો આવાં વૈદિક સાહિત્ય ગુજરાતી ભાષામાં બિલકુલ ઉપલબ્ધ નથી. અને બીજુ એ કે આપણી ગુજરાતની ભલી ભોળી જનતા વિવિધ સંપ્રદાયોની મજબૂત પકડમાં છે કે જે પરસ્પર વિરોધ, મિથ્યાવાદ, મિથ્યા આડંબર, લોકેષણા, વિરેષણા, શિષ્ય-એષણાથી ખદબદી રહ્યા છે તદ્ઘપરાંત મૂર્તિપૂજા, અવતારવાદ, અનેક દેવ-દેવીઓની માન્યતા, ગુરૂપૂજા, અંધશ્રદ્ધા, અનેક ભગવાનોની માન્યતા તેમ જ ભગવાનને આપણા જેવા સંસારી (પત્નીવાળા) બનાવવા વગેરેની મિથ્યા કલ્પનાઓથી ગુજરાતના આસ્તિક જગતને મજબૂત પકડમાં લીધું છે. એતદર્થ
યોગદર્શન
For Private and Personal Use Only