SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૫) રૂમાલથી ગાળી લઈ એક કલાઈવાળી તપેલીમાં નાખવું, અને તેમાં ચાર શેર દૂધ નાખી ચૂલા પર મૂકી, નીચે બળતું કરી એક ઉભરો આવે એટલે તેમાં દોઢશેર ખાંડ નાખવી, અને ફરીથી તેને એક ઉભરો આવે એટલે તેમાં એક શેર થી થોડું ઘેટું નાખી કડછીથી એકસરખું હલાવતા જવું. પછી હલ ઘટ્ટ થાય એટલે ચાર માસા કેસર ખલ કરેલું ચાર રૂપિયા ભાર ગુલાબજળ તેમાં નાખવું. તેમજ પાશેર છોલેલી બદામ તથા પાંચ રૂપિયા ભાર છોલેલાં પસ્તાં સમારી, અને અખોડના સાડાત્રણ રૂપિયા ભાર મગજના નાના નાના કકડા, એ બધામાંથી અર્થે અર્ધ જુદું રાખી, અડધે ભાગ હલવામાં નાખી તેને એક થાળીમાં કાઢી સરખે પાથરે. પછી તુરતજ તેના ઉપર જુદાં રાખેલાં બદામ, પિસ્તાં અને અખંડ છાંટી, તે ઠરે એટલે છરીથી તેના કકડા કરવા. ૧૪. ઘઉંના મેદાને હલ. (કાળા રંગનો). બા શેર ઘઉને મેદ. વા શેર ઘી. ૩ રૂ. ભાર તજ. ૧ રૂ. ભાર લવિંગ. ૧ રૂ. ભાર બાળેલાં ૩ાા રૂ. ભાર એલચીદાણ. સોપારી. ૫ રૂ. ભાર છોલેલી બદામ. ૧ રૂ. ભાર સલીખા. ૧ શેર સાકર. ૫ રૂ. ભાર ખજુર. ઘઉંને અચ્છેર મેદે પાશેર ઘીમાં શેકી રાખવે. પછી સાડાત્રણ રૂપિયા ભાર તજ, દોઢ રૂપિયા ભાર લવિંગ, તેટલાંજ બાળેલાં સેપારી, સાડાત્રણ રૂપિયા ભાર એલચીદાણું અને એક રૂપિયા ભાર સલીખા, એ બધી જણસો જૂદી જૂદી ખાંડી ભેગી કરી ચાળી રાખવી. તેમજ પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ સમારી અને ઠળિયા કાઢી નાખેલું પાંચ રૂપિયા ભાર ખજુર એ જણસે તૈયાર રાખવી. પછી એક શેર ખાંડની ચાસણી કરી તેમાં For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy