SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ત્રીજો પ્રકાર કાચી આમલી નાખીને. દસ કાકડી છેલી નાખી તેનાં ઊભાં ચીરિયાં કરવાં. પછી પચીસ રૂપિયા ભાર કાચી આમલી નિસા ઉપર ફૂટી નાખી તેમાં બે રૂપિયા ભાર મીઠું નાખવું અને તરતજ કડછી તપાવી તેમાં એક રૂપિયા ભાર ઘી નાખી, તે તપતાં વાર તેમાં બે માસા રાઈ, એક માસો જીરૂં, એક માસે દળેલી હળદર અને પાંચ સૂકાં મરચાંના કકડા નાખી તે વઘાર ચટણ ઉપર રેડી બારિક વાટવી. આ ચટણી સાથે પેલા કાકડીના કકડા ખાવા. ૩૦. લીલા કોપરાની ચટણી'. પહલે પ્રકાર–સાદી. એક લીલું નાળિયેર ભાગી તેમાંનું કપરું કાઢી બારિક વાટવું, અને તેમાં છ માસા મીઠું નાખવું. પછી બે રૂપિયા ભાર ઘી, છ રૂપિયા ભાર અડદની દાળ અને એક રૂપિયા ભાર સૂકાં મરચાંના કકડા, એને વઘાર કરી કોપરા ઉપર રેડી ચટણી વાટવી. આ ચટણી ઉના ભાત સાથે ખાવી. બીજો પ્રકાર-આમલી નાખીને. ' ઉપર પ્રમાણે લીલું નાળિયેર વાટી તેમાં છ માસા મીઠું અને તેટલી જ આમલી નાખવી. પછી બે રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ, એક માસ જીરું અને મીઠા લિબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી ઉપરની ચટણમાં રેડી તે વાટી નાખવી. ૩૧. સૂકા કપરામાં આમલી નાખીને કરેલી ચટણું, સૂકા કોપરાની બે કાચલીના ઝીણા કકડા કરી તેને એક રૂપિ૧ તૈયે વય (મદ્રાસ). २ तेंगायुं नेयु पुळियु शेरंद त्वयल (मद्रासी). . For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy