SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩). ચા ભાર ઘીમાં મેળવી કે સાંતળી કાઢી નિસા ઉપર મૂકવા. પછી તેમાં બે રૂપિયા ભાર મીઠું અને એક રૂપિયા ભાર આમલી નાખવી. પછી એક રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને ત્રણ સૂકાં મરચાંના કકડા, એનો વઘાર કરી તે કકડા ઉપર રેડી ચટણ વાટવી. આ ચટણી ત્રણ દિવસ સૂધી સારી રહે છે. ૩૨. કાચી કેરીની ચટણી, - દસ કેરીને છેલી અંદરના ગોટલા કાઢી નાખી તેના ઝીણા કડા કરવા. પછી બે રૂપિયા ભાર ઘી અગર તેલ, બે માસા રાઈ, એક માસો જીરૂ, પાંચ સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી તેમાં ઉપરના કકડા નાખી સારી રીતે હલાવવા. પછી તેને નિસા ઉપર મૂકી, તેમાં એક રૂપિયા ભાર મીઠું નાખી ચટણ વાટવી. . ૩૩. નારંગીની ચટણી, બે અગર ત્રણ નારંગી છાલ સુદ્ધાં બારિક સમારી, તેના કકડા ઘીમાં તળી કાઢી, તેમાં એક માસ દળેલી હળદર અને છ માસા મીઠું નાખી હલાવવા. પછી તેમાં છ માસા ઘી, બે માસા રાઈ અને એક માસ જીરૂં, એને વઘાર કર અને ચટણ હલાવી ખાવામાં લેવી. ૩૪. કાંડવેલની ચટણી, પહેલો પ્રકારછ રૂપિયા ભાર કુમળી કાંડવેલ લઈ તેના ઝીણા કડા કર- છપિયા ૨ માં જાય ત્યયહ (મદ્રાણી). ૧ કિરિટકા ઘટળી (મદ્રાસ). ૧ uિiટે ત્રયા (બારી). For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy