SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) નાખી, ડીવાર હલાવ્યા કરી, પછીથી તેના ઉપર કંઈ હાંકી દેવું. તે કકડા તેના પિતાના પાણીથી ચઢે એટલે ફરીથી હલાવી નિસા ઉપર મૂકી તેની ચટણી વાટવી. બીજે પ્રકાર–આમલી નાખીને. ઉપર પ્રમાણે તુરિયાંના કકડા કરી કરેલા વઘારમાં નાખી તેના ઉપર કઈ ઢાંકી દઈ ચઢવા દેવા. પછી તેને નિસા ઉપર મૂકી તેમાં છ માસા આમલી અને આઠ માસા મીઠું નાખી ઝીણી ચટણી વાટવી. વઘારમાં અડદની દાળને બદલે બે માસા રાઈ નાખવી. ૨૯ કાકડીની ચટણી’. પહેલો પ્રકાર. બે નાની કાકડીને છોલી નાખી તેને કકડા કરવા. પછી ચૂલા ઉપર પણ મૂકી, તેમાં બે રૂપિયા ભાર ઘી પૂરી, તે કકડતાંજ તેમાં છ રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાંના કકડા નાખી, તેને વઘાર થતાં જ તેમાં ઉપરના કકડા નાખી હલાવી ઢાંકી દેવા. કકડા સેજ ચઢે એટલે નિસા ઉપર મૂકી તેમાં આઠ માસા મીઠું નાખી ચટણ વાટવી. આ ચટણી ખાધાથી પિત્ત બેસે છે. બીજો પ્રકાર–આમલી નાખીને. ઉપર પ્રમાણે કાકડીના કકડા કરી નિશા ઉપર મૂકવા. પછી તેમાં છ રૂપિયા ભાર આમલીમાંથી ચિચુડા કાઢી નાખી તે આમલી અને આઠ માસા મીઠું નાખવું. પછી આ કકડા ઉપર બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાંના કકડા, એને વઘાર રેડી ચટણી વાટવી. विळ्ळरिकाय स्वयल. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy