________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૨)
कदाचित्कुप्यते माता नोदरस्थाहरीतकी ॥ मातेव सर्वदाज्ञेया हितदात्रीहरितकी ॥ ८१ ॥
હરડે ખારારસ શિવાય પાંચરસ યુક્તછે, કષાયલી વિશેષછે, લુખીછે, ગમેછે, જઠરાગ્નિને પ્રદીસ કરેછે, દેહ શુદ્ધિ કરેછે, પાકમાં સ્વાદિષ્ટછે અને રસાયન ( જરા-વ્યાધિને દૂર કરનાર ) છે, શારકછે, બુધ્ધિ દાતાછે, આયુને વધારનાર, નેત્રને હિતકારી, બળ વૃદ્ધિકત્તા, હલકી અને શ્વાસ, ઉધરસ, પ્રમેહ, હરષ [ માસા ), કોઢ, સેાજો, પેટનાં દરદે, કૃમિ રેગ, સ્વરભંગ ( કંઠનું બગડવું ), સંગ્રહણી, અધ કાષ્ઠ, વિષમજ્વર, ગાળા, આમ્માન ગુમડાં તથા ધા, ઉલટી, હેડકી, ખસ-ખરજ, છાતીનારેાગ, કમળા, શૂળ, આફ્રા, ખરેાળ એટલા રેગેને નાશ કરેછે. તેમજ મીઠાસ અને ખટાસ પણા વડે વાયુને, કસાયલા અને સ્વાદિષ્ટ પણા વડે પિત્તને અને તેજ રસવડે ના નાશ કરેછે. ચાવીને હરડે ખાવાથી જઠરાગ્નિને વધારેછે, વા ટીને ખાવાથી મળનું સાધન કરેછે, સીજવીને ખાવાથી ગ્રાહી ગુણ આદરેછે, અને શેકેલી હરડે સેવન કરવાથી અજીર્ણ થયેલ હૈાય તેને મટાડેછે. ઉન્હાળામાં ( જે અસાઢમાં ) હરડે અને ગેાળખરેખર ખાવાં, વાત્રeતુમાં [ શ્રાવણુ ભાદ્રવામાં ) સિંધાલુણ સંગાથે હરડે ખાવી, શરદત્રતતુમાં ( આશા-કાર્તીકમાં ] ધાયલીખાંડ સંગાથે હરડે ખાવી, હેમંતત્રતુમાં ( માગશિર-પાષમાં ) ચેાખી સુંઠ સાથે હરડે ખાવી, શિશિરત્રૠતુમાં ( માહřાલ્ગુનમાં) પીપર સંગાથે હરડે ખાવી અને વસત્રતુમાં (ચૈતર-વૈશાખમાં ] મધ સગાથે હરડે ખાવી અર્થાત્ એ ત્રeતુમાં દરેક મનુષ્યને હરડે સેવન કરવા લાયક છે મારે “ તો સદ્દા પછ્યા “ હરડે હમેશાં ગુણુ કરતાજછે. જેથી ઉક્ત અનુપાન સાથે રાગી અને નિરંગીજને સેવન કરે તે સર્વ રોગ નાશથાયછે. ગારિકાંચલિકા તંત્રમાં કહ્યુ છે કે—માતા પોતાના બાળક ઉપર કાઇક વખત પણ ગુસ્સા લાવેછે; પરંતુ પેટમાં પડેલી હરડે અર્થાત ખાધેલી હરડે કદાપિકાળે પણ કેપ ( અવગુણુવિક્રિયા) કરતીજ નથી, એટલાજ માટે માતાના સમાન ( બલકે તેથી વિશેષ પ્રેમભાવ રાખનારી ) હરડેને જાણી સેવન કરવી. ૭૪–૮૧ *
* હરડેની સાત જાતછે એટલે જીવંતી ૧, પુતના ૨, અમૃતા ૩, વિજયા ૪, અભયા ૫, રાહિણી ૬, ચેતકી ૭, એ સાતનાં લક્ષ ણુ અને ગુણુ જુદા જુદા પ્રકારેછે તે મજ્જન પાલાદિ નિધ ટેથી. જાણી લેવા.
For Private And Personal Use Only