________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
શ્રી કુમારપાલ પ્રબંધ. ~ ~~~~ શે નહીં, એમ જાણી કમરે બાંધ્યાં. પછી તૈયાર થઈ સંદેહને ઉત્તર માગે. એટલે વૃદ્ધ બોલ્યા, “સંશયને નિકાલ તે થઈ ગયો.” બ્રાહ્મણે–“કેવી રીતે ?
સ્થવિર– ‘તમે પંડિત થઈ એટલું પણ નથી જાણતા કે કૂતરાં, ગધેડાં, ચંડાળ, મદ્યપાત્ર અને રજસ્વલા સ્ત્રી એટલાને સ્પર્શ કરવાથી સચેલ(માથાળ) સ્નાન કરવું પડે છે. આવી રીતે શાસ્ત્રમાં નિષેધ કરેલે સ્પર્શ બ્રાહ્મણેથી કેમ થાય ?' . બ્રાહ્મણો – “આપે કહ્યું કે, કુરકરિયાં બહુ મુલ્યવાન છે, ત્યારે અમે તે લીધાં. લેભને લીધે શું નથી કરતા?'
વૃદ્ધ-“એક લેભથી જ સર્વ જગત બૂડે છે.”
આ ઉત્તરથી બ્રાહ્મણને સંદેહ ભાંગે, એટલે તે પાછા આવ્યા અને એક વિસ્તારપૂર્વક પુસ્તક રચી રાજાને બતાવ્યું. તે જોઈ રાજા છે, જે તમારે અર્થ સાંભળી મરતક ફરીને જળમાંથી બહાર ન નિકળે તે હું ખરી વાત માનું. પછી તેમ કરી જોતાં મસ્તક જળમાંજ રહ્યું અને તેની પ્રસિદ્ધિ કરવા રાજાએ આ મંદીર બંધાવી તે મસ્તકને દેવસ્થાનકે સ્થાપ્યું. તે સાંભળી કુમારપાળ આશ્ચર્ય પામ્યું અને છેડે વખત ત્યાં જ રહી આગળ ચાલે.
મલ્લિનાથ દેશમાં કેલંબમદન નામે નગર હતું. ત્યાંના લંબસ્વામી નામે રાજાને મહાલક્ષ્મીએ એવું સ્વપ્ન આપ્યું કે, “તારા નગરમાં ગુજરાતનો ભવિષ્યને રાજા જટાધારીને વેશ લઈને આવે છે, માટે તેને તું સારી સરકાર કરજે.” તે ઉપરથી તે રાજાએ પિતાની હદમાં ચારેતરફ માણસે મકલી તપાસ કરાવ્યું. પણ કુમારપાળ તેમને તે નગરની જ સીમમાં મળે, એટલે તરત તેને માનપૂર્વક રાજા પાસે લઈ ગયા. રાજાએ ઉભા થઈ અર્ધાસન ઉપર બેસાડ્યા અને કહ્યું કે, “મહાલક્ષ્મી માતાએ મને આપના સંબંધમાં સ્વપ્ન આપ્યું છે, માટે આ રાજ્ય અંગીકાર કરે.” કુમારપાળે તે લેવા ના પાડી. ત્યારે રાજાએ નમ્રતાથી વિનવ્યું કે, “આપની
For Private and Personal Use Only