________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
લાગવાથી તમને લાવ્યા. મારા જેવા શિક્ષકનું મેત થાય તેની હરકત નહીં, પણ તમારા જેવા જગતને આધારનું મૃત્યુ થયું ન જોઈએ, એમ વિચારી મેં તમને પ્રથમ દેખાડશે નહીં.” : તે સાંભળી કુમારપાળ વિચારવા લાગ્યું કે, “હું તે નીચની માફક એને માટે ભલતું જ ધારતો હતો અને એને તે મારા ઉપર અતિ પવિત્ર પ્રેમ જણાય છે. કહ્યું છે કે, દૈવના વશથી સાત્વિકેનું દ્રવ્ય જાય પણ સત્ય ન જાય અને શરીર ક્ષીણ થાય પણ ચિત્ત ક્ષીણ ન થાય. કદાચિત જરાને લીધે તેમનું રૂપ ફરે પણ બુદ્ધિ ન ફરે અને પ્રાણ જાય તે પણ તે પરોપકાર કરવાનું ન ચુકે.”
એ પ્રમાણે પશ્ચાત્તાપ કરી કુમારપાળે કર ખાધ અને પછી બન્ને જણા આગળ જવા નિકળ્યા. ફરતા ફરતા સ્તંભતીર્થ (ખંભાત)ની બહારના પ્રાસાદઆગળ આવી પહોંચ્યા. તે વખતે શ્રીહેમાચાર્ય પણ ત્યાં બહિર્ભુમિ આવ્યા હતા. તેમણે સર્પના મસ્તકઉપર ગેટક નાચતો જોઈ અનુમાન કર્યું કે, આટલામાં કઈ રાજા હોવા જોઈએ. પછી દિશાઓનું અવલેકન કરતાં કુમારપાળ આવતે નજરે પડશે. પણ કુમારપાળે તેમને ઓળખ્યા નહીં, તેથી વિસ્મય પામી સૂરિ તેને માનભેર પિતાના ઉપાશ્રયમાં લઈ ગયા અને પાછલી ઓળખાણ આપી વાતચિત કરી. ત્યારે કુમારપાળે પ્રશ્ન કર્યો કે, “મને કોઈ દિવસે સુખ થશે કે નહીં ?” સૂરિ નિમિત્તાદિનું અવલોકન કરી તેને ઉત્તર આપવા જતા હતા એટલામાં ઉદયન મંત્રી પરિવાર સાથે ત્યાં વાંદવાને આવી પહોંચ્યા. તેમને જોઈ કુમારપાળે તેમની હકીકત પૂછી, ત્યારે સૂરિએ કહ્યું, “એ મૂળ મારવાડના શ્રીમાળી જ્ઞાતિના વાણિયા છે. એમનું નામ ઉદયન છે. એક વખત ચોમાસામાં રાત્રે તે ધી ખરીદવાને નિકળ્યા. માર્ગે ચાલતાં કેટલાક માણસને એક કયારામાંથી બીજા ક્યારામાં પાણી ઉલેચતા જોઈ પૂછયું કે,
૧. દિશાએ. શૌચ જવા.
૨. એક જાતનું જનાવર.
For Private and Personal Use Only