________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ. ~ ~ ~
~~~~ ~ ~~~ એમ ધારી તે પિતાના બનેવી કૃષ્ણદેવ કહાનદેવ)પાસે ગયે અને પિતાને સર્વ વિચાર જણાવ્યું. ત્યારે કહાનદેવ બોલ્યો,
માથા ઉપર નબળા દહાડા આવ્યા ત્યારે મહેશ્વરને પણ ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરે પડ્યા હતા, તે બીજા પ્રાણીઓની શી વાત કરવી? માટે ધીરજ રાખી સારા દિવસ આવતા સુધી તમારે વેશ પલટી ગુપ્ત રીતે દેશાંતરમાં ફરવું. હું તમને વખતો વખત ચર (ગુપ્ત દૂત) મારફતે રાજસૂત્રની બાતમી આપતે રહીશ.” કુમારપાળને એ સલાહ ગમી અને તે પ્રમાણે ગોઠવણ કરવાસારૂ પિતાને સ્થાનકે ગયે. જો કુટયા રાજય ગુર્જ સં; ચા બનવસ્થા ગભાર્થે શિવ સને. (કુળના અર્થે એક પુરૂષને, ગામના અર્થે કુળને, દેશના અર્થે ગામને અને આત્માના અર્થ પૃથ્વીને ત્યાગ કરે.) એ નીતિવાક્યપ્રમાણે કુમારપાળ દધિ
સ્થળીમાં પિતાની સ્ત્રી ભોપાળદેવી અને બીજા પરિવારને મૂકી જટાધારી થઈ દેશાન્તરમાં નિકળી પડ્યો. કેટલાક દિવસ પછી રાજસૂત્ર જાણવાની ઈચ્છાથી પાછો પાટણ આવ્યું અને કર્ણમેરૂ પ્રાસાદના બત્રીસ ભરડા(પૂજારી)માં ભળી ગયે. સિંહદેવ તેને મારવાને માટે એ તરફ ખેળ કરાવતું હતું. ભરડાઓને એ વાતની ખબર હતી. તેમણે કેટલાંક લક્ષણે ઉપરથી કુમારપાળને ઓળખી રાજાને ચાડી ખાધી. તેથી રાજાએ બીજે દિવસે એ બધા ભરડાઓને જમવા તેડયા. ત્યાં પગ ધોતી વખતે પાની ઉપરની રેખા,
છત્ર અને મસ્યાદિ લક્ષણેથી કુમારપાળને ઓળખી ધ્યાનમાં રાખે અને તેને જમી ઉઠયા પછી મારવાનો નિશ્ચય કર્યો છે. મનેમન સાક્ષી” એ પ્રમાણે કુમારપાળને પણ શંકા થઈ. તેથી અરધું પરધું જમી સટકી જવાની તક જેતે હતે, એવામાં સિદ્ધરાજ ભરડાઓને જોયેલાં વસ્ત્ર આપવાની વ્યવસ્થા કરવા જામદારખાનામાં ગયે. તે જોઈ કુમારપાળ ઉલટીનું બાનું કાઢી બહાર નિકળે અને લાગ જોઈ આલિંગ નામે કુંભારના ઘરમાં પેસી ગયે. તે કુંભાર તેને વાસણના ઢગલામાં સંતાડયો. તેની પાછળ રાજાનાં માણસે ગયા; પણ તેમને કંઈ પત્તો ન લાગ્યો તેથી પાછા ફર્યા. રાત્રે કુમાર
For Private and Personal Use Only