________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.'
પાળઉપર દ્વેષ ધારણ કરવા લાગ્યો. દુનિયામાં વગરનારણે ક્રોધ કરનાર અસંખ્ય છે, કારણપ્રતિ ક્રોધ કરનારા સંખ્યાતા છે અને કારણ હેવા છતાં ક્રોધ નહીં કરનારા એવા તો પાંચ જ નિકળે છે. જગતમાં તૃણ, જળ અને સંતોષથી પિતાની આજીવિકા નભાવનાર મૃગ, મત્સ્ય અને સજજનેના પારધી માછી અને લબાડી પુરૂષ એ અનુક્રમે વિનાકારણે શત્રુઓ છે. પ્રથમ કુમારપાળના પિતા વિગેરેને મારી નાખી કુમારને મારવાના ઇરાદાથી સિદ્ધરાજે છૂપા મારા મોકલી ત્રિભુવનપાળને મારી નખા. કુમારપાળ તેમની ઉત્તરક્રિયા કરી પાટણ ગયો અને ત્યાં રાજકીય મંડળમાં તેમના વધની શોધ કરવા લાગ્યું. તેમાં એક આસ તરફથી માલમ પડયું કે, છૂપા મારાઓની મારફતે ત્રિભુવનપાળને વાત કરવામાં આવ્યું હતો. તેથી કુમારપાળે ખેદ પામી મનમાં વિચાર કર્યો કે, ધિક્કાર છે તે રાજયને જેને માટે મૂઢ પુરૂષ વીરભેગી એટલે ક્રાઓને ભાગ લેનાર બાહુવાળા પોતાના પિતા, બંધુ અને પુત્ર વિગેરેને શત્રવત હણે છે. આ પ્રસંગ મને ભેજ રાજાએ તેના કાકા મુંજ પ્રતિ કહેલી વ્યક્તિ યાદ લાવે છે.
मांधाता स महीपतिः कृतयुगालंकारभूतो गतः। सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यांतकः ॥ अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावद्वान् भूपते । नैकेनापि समं गता वसुमती मन्ये त्वया यास्यति॥१॥
“સયુગને અલંકાર માંધાતા રાજા ગયે, મહાસાગરમાં સેતુ બધી રાવણને મારનાર રામચંદ્રજી ગયા અને યુધિષ્ઠિર વિગેરે બીજા રાજાઓ પણ ચાલ્યા ગયા. તેમાંના કેઈની સાથે પૃથ્વી ગઈ નથી; પણ હું ધારું છું કે હે રાજન! તમારી સાથે તે આ વસુધા : જરૂર આવશે! બીજાઓ કંઈ કારણ મળવાથી દુશ્મનવ વર્તે છે. પણ આ સિદ્ધરાજ તે વગરકારણે મારા ઉપર દુરાશયી થયા છે. માટે મારે વખત ન ગુમાવતાં કોઈ નિર્ભય સ્થાનકે જવું જોઇએ.
For Private and Personal Use Only