________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
સિદ્ધરાજને સૂરિનાં એ વચન વજાના ઘા જેવાં લાગ્યાં; તેથી તે એકદમ પાટણ આવ્યો અને દેવીના વચનની ખાત્રી કરવાને જેશીઓને પૂછયું. તેમણે પણ તાત્કાલિક લગ્નના બળથી ઉપર પ્રમાણે જ કહ્યું. પછી એક પુરોહિત આવે, તેના કહેવાથી રાજા પગે ચાલી ખભે ગંગાજળની કાવડ લઈને કેદારપુત્રની પેઠે સોમનાથ પાટણ ગયે. ત્યાં શ્રદ્ધાપૂર્વક ત્રણ ઉપવાસ કરી પુત્રપ્રાપ્તિ માટે સોમનાથનું આરાધન કર્યું. એટલે દેવે દર્શન દેઈ કહ્યું કે, “તને સંતતિનું સુખ નથી. તારી પાટે અતિશય પરાક્રમી કુમારપાળ બેસશે તે સાંભળી રાજા દીનતાથી બોલ્યા, “હે શંભે! તું ઇચ્છિત ફળદાતા કહેવાય છે પણ જો તું મને એકપણ પુત્ર આપે નહીં તે તારી એ પ્રસિદ્ધિ શા કામની?” પછી શંભુ અંતર્ભત થતાં બે
લ્યા કે, “તું પુત્રને રેગ્ય નથી.” રાજાએ શિવને ગંદક તથા બહુવિધ ભોગથી સંતુષ્ટ કર્યા છતાં પુત્રપ્રાપ્તિ થઈ નહીં તેમાં દેવને કંઇ દેષ ન ગણાય. એવી કાર્યસિદ્ધિ ભાગ્યને આધીન છે.
नमस्यामो देवान् ननु हतविधस्ते पि वशगा। विधिर्वद्यः सो पि प्रतिनियतकमैंकफलदः ॥ फलं कर्मायत्तं यदि किममरैः किं च विधिना । नमःसत्कर्मभ्यो विधिरपि न येभ्यः प्रभवति ॥२॥
- “આપણે ફળને માટે દેવને નમસ્કાર કરીશું! ના. દેવ આગળ તેનું કંઈ ચાલતું નથી. ત્યારે શું વિધિને ભજશું ? ના. તે પણ ફક્ત કરેલા કર્મનું ફળ આપનાર છે. જ્યારે ફળપ્રાપ્તિ કર્યાધીન રહેલી છે ત્યારે દેવતા અને દૈવને માનવાની શી જરૂર છે? જેનાથી વિધિ પણ વધી શકતા નથી, તે સત્કર્મને નમસ્કાર થાઓ.”
પછી વિચારમાં ને વિચારમાં અતિખેદ પામતે સિદ્ધરાજ પાટણ આવ્યું અને ભવિષ્યના રાજા કુમારપાળને મારવાથી પિતાને સેમેશ્વરની કૃપાથી પુત્ર પ્રાપ્તિ થશે, એવી મિથ્યા કલ્પના કરી કુમાર
For Private and Personal Use Only