________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છઠે.
:
પાળની કુંભારસાથે મિત્રતા બંધાઈકેમકે, સંકટ સમયે સહાય કરે તે જ ખરા મિત્ર કહેવાય. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે,
अर्थेन किं कृपणहस्तमुपागतेन । शास्त्रेण किं वहुशठाचरणाश्रितेन ॥ रूपेण किं गुणपराक्रमवजितेन । मित्रेण किं व्यसनकालमनागतेन ॥ १॥
જેમ કૃપણના હાથમાં ગયેલું દ્રવ્ય, દુરાચરણીમાં રહેલી વિદ્યા અને ગુણ તથા પરાક્રમ રહિતમાં રહેલું રૂ૫ ઉપગનું નથી, તેમ આપત્તિ વખતે ઉપગમાં નહીં આવનાર મિત્ર કામને નથી.” સિદ્ધરાજે જામદારખાનામાંથી બહાર આવી વસ્ત્રદાન દેવા માંડયું. પણ તે વખતે કુમારપાળ જોવામાં આવ્યો નહીં, તેથી કોપાયમાન થઈ તેને જીવતે પકડવા માટે સેનાપતિને હુકમ આપે અને જણાવ્યું કે, જો તમે તે પ્રમાણે નહીં કરે તે તમને તેની સ્થિતિએ પહોંચાડીશ. રાજાને એ પ્રમાણે હુકમ થતાં સેનાપતિ કેટલાક માણસે લઈ કુમારપાળની શોધમાં નિકળી પડે અને કુમારપાળ પણ પ્રાતઃકાળે બીજે સ્થળે જવા નિકળે. દૈવયેગથી પેલા માણસે આવી લાગ્યા. પણ દૂરથી ઉડતી ધૂળ, પગના પડઘા અને ઘોડાના ખારા વિગેરેથી કુમારપાળ ચે. તેથી ભયભીત થઈ ધ્રુજતા શરીરે આગળ નાઠે અને બેરડીના વનમાં પાંદડાં એકઠાં કરનાર એક પુરૂષને મારું રક્ષણ કરે.મારું રક્ષણ કરે, એમ દીન વાણીથી કહેવા લાગ્યું. તેણે દયા કરી પાંદડાના ઢગલામાં સંતાડી ઉપર કાંટાનું આચ્છાદન કર્યું. કુમારપાળ પણ તે કાંટાથી દુઃખ થયા છતાંએ આંખો મીચીને મરેલાની માફક પડી રહ્યો. એટલામાં પેલા માણસે ત્યાં આવી પહોંચ્યા. તેમણે પેલા ખેડુને પૂછયું કે, “તેં કોઈ માણસને અહીંથી જત જ છે.” ખેડુએ કહ્યું કે, “ભાઈ હુતો મારા કામમાં હતું તેથી મને કંઈ ખબર નથી.” પછી આસપાસની ઝાડીમાં જોઈ જોઈને થાક્યા, ત્યારે તેમણે પાનાના ઢગલામાં ભાલે
For Private and Personal Use Only