________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પાંચમ.
૫૫
કુંડળવિગેરેનાં ઉપલક્ષણે પૂછતાં રામચંદ્રજી આગળ લક્ષ્મણે કહ્યું છે કે, કુંડળને જાણતા નથી, તેમ કંકણને ઓળખતા નથી; પરંતુ નિરંતર ચરણ કમળનું વંદન કરવાથી ફક્ત નૂપુર (કલ્લો) ને હું ઓળખું છું. વળી પુરાણમાં કહ્યું છે કે, દેવતાનાં બેરૂપ હોય છે. એક સ્થાવર અને બીજું જંગમ. તેમાં સ્થાવર જળરૂપ અને જંગમ દેવતાય. એક વખત ગંગા જંગમરૂપ ધારણ કરી સ્વર્ગમાં ગઈ. તે વખતે સભામાં બેઠેલા ઇન્ટે કાર્યની વ્યગ્રતામાં તેને આદરસત્કાર ન કર્યો. તેથી ગંગા રીસાઈને પાછી ફરી. તે ઈદેવતાઓએ ઇંદ્રને બોલાવી કહ્યું. એટલે કે પાછળ જઈ પગે પડી પાછી તેડી આણી અને સન્માનપૂર્વક સિંહાસન ઉપર બેસાડી પૂછ્યું, “હે માત , તું પાછી કેમ ગઈ. ” - ગંગા–“જેના વદનપર આનંદનો અંકુર દેખાતે હેય, જે બેસવાને સારૂ આસન આપતા હોય અને જે મધુર ભાષણે આગમનનું પ્રજન વિગેરે પૂછતો હોય તેને ઘેરજ જવું, બીજાને ઘેર જવામાં શે સાર ? માનવગરનું અમૃત શા કામનું ? તેના કરતાં ટુપે આવી મૃત્યુ થાય તેવું માનભેર વિષે પીવું સારું.
સુરેંદ્ર--“જગત્રયના લેકે કરેલી હત્યાની સહસ્ત્ર કોટિને ધારણ કરનારી અંબા શી રીતે શુદ્ધ આવતી હશે ? એવી ચિંતામાં વ્યગ્ર હોવાથી મારાથી તારે સત્કાર ન થયે. કારણ કે પાપિચ્છે બ્રાહ્મણ, સ્ત્રી, બાળક, ગાય, માતા, પિતા, બંધુ અને પુત્રના વધ કરે છે અને પરદારમાં આસકત હોય છે તે સર્વ તારા જળમાં સ્નાનપાન કરવાથી પાપરહિત થાય છે, એવી લેBક્તિ સંભળાય છે.”
ગંગા–“હું હમેશ વિષ્ણુના ચરણ કમળમાં રહી તેમની રજનું પ્રક્ષાલન કરું છું, તેથી તેના સ્પર્શવાળું પાણી પવિત્ર થાય છે.” - સુરેંદ્ર–“હે માત, તને તે શ્રમ છે, જેણે ૧૮ અક્ષૌહિ
ણી સેનાને સંહાર કર્યો, જેણે બત્રીસલક્ષણા પુરૂષમાં રકત બલિને છળ કર્યું અને જેણે ભીમના પુત્ર ઘટોત્કચને હણી તેના મસ્તકને
For Private and Personal Use Only