________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४
શ્રી કુમારપાલ પ્રબંધ.
સુધી પિંડની આકાંક્ષાવાળા પિતરો સંસારમાં જ ભમ્યા કરે છે. એ સાંભળી પ્રસન્ન થયેલા ચાચિગ અને ઉદયનમંત્રીએ મહા મહોત્સવ કરી વિક્રમ સંવત ૧૧૫૪ માં ચાંગદેવને દીક્ષા અપાવી અને તે વખતે ગુરૂએ તેને સોમદેવ મુનિ એવું નામ અર્પણ કર્યું.
એક વખત સોમદેવ મુનિ કોઈ વૃદ્ધ મુનિસાથે નાગપુરમાં ધનદ નામના શેઠને ઘેર ગોચરી ગયા. ત્યાં અહારમાં પેંશ મળવાથી આગળ ચાલતા વૃદ્ધમુનિપ્રતિ તે કહેવા લાગ્યા કે, મહારાજ, “આ શેઠને ઘેર આવું અસમંજસ કેમ? આંગણામાં તે સુવર્ણનો ઢગલે કરી મૂક્યો છે અને ભેજનમાં ઘેંશ ખાય છે !”
વૃદ્દમુનિ–“દુર્ભાગ્ય વશથી નિર્ધન થયેલા આ શેઠેનિધાનગત ( દાટેલા) દ્રવ્યને કેયેલા જાણી બહાર કાઢી ઢગલે કર્યો છે.”
સોમદેવ–“મારી દૃષ્ટિએ તો એ સર્વ સુવર્ણ માલમ પડે છે.”
આ સર્વ સંવાદ ઝરૂખામાં બેઠેલા શેઠના સાંભળવામાં આવ્યાથી તેણે એકદમ નીચે ઉતરી બાલમુનિને બોલાવ્યા અને કેયલાના ઢગલા ઉપર તેમને હાથ મૂકાશે. એટલે તે પરબ્રહ્મનું તેજ સહન ન થવાથી તે ઢગલાને વૈચ્છાયક વ્યંતર દેવતા નાશ પામે અને તે સર્વથા સુવર્ણમય થઈ ગયે. એ બનાવથી ચમત્કાર પામેલા તે શેઠ અને શ્રીસંઘે મળી સે મદેવમુનિને હેમચંદ્ર એવું અપરનામ અર્પણ કર્યું. પછી વયની સાથે જ્ઞાન, તપ અને વિનયાદિ ગુણેમાં વૃદ્ધિ પામતા તે હેમચંદ્રમુનિએ પિતાના ઔદાર્ય, ગાંભીર્ય અને વૈર્યાદિ ગુણસમૂહરડે પિતાના ગુરૂ, ગચ્છ અને સંધની પ્રીતિ સારી રીતે સંપાદન કરી.
પરબ્રહ્મ પરમપુરૂષ શ્રીષભદેવે યુગની આદિમાં સ્વકન્યા બ્રાહ્મી (સરસ્વતી)ને ૧૮ માલિપિમાં પ્રવીણ કરી હતી. એ
૧ મધુકરી. ભિક્ષા.
૨
અયુકત.
૩ ઢાંકનાર. સંતાડનાર,
For Private and Personal Use Only