________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ત્રીજે.
કપ
બ્રાહ્મીદેવીની મૂર્તિ શ્રીકાશમીર દેશમાં હતી. તેથી ત્યાં જવા સારૂ શ્રી હેમચંદ્ર ગુરૂની આજ્ઞા લઈ વિહાર કર્યો. એટલે બ્રાહ્મીદેવીને ચિંતા થઈ કે, મિથ્યાત્વરૂપ અંધકારથી ભયંકર કલિકાળમાં જૈનધર્મપ્રભાવક હેમચંદ્રને માર્ગમાં બહુ વિધ્ર આવતાં મિથ્યા શ્રમ પડશે. એમ વિચારી તે ભગવતી દેવી દિવ્યરૂપ ધારણ કરી મધ્ય રાત્રિના સમયે દર્શન દેવા આવ્યાં. એ વખતે શ્રી હેમચંદ્ર પદ્માસનમાં બેસી સત્ય પરબ્રહ્મની મુદ્રા અને સમાધિગમાં અંતઃકરણ સ્વાધીન રાખી ધ્યાનારૂઢ થયેલા હતા. તે જોઈ પ્રસન્ન થઈ દેવી બેલી છે, જે શરીરને નિયમમાં રાખી ઈંદ્રિયને વશ કરે છે, નેત્રનું ફરકવું રેકી સર્વે સંકલ્પની જાળને નાશ કરે છે, મહીંધકારને દૂર કરી વિશ્વપ્રદીપક તેજનો પ્રસાર કરે છે અને પરમાનંદ સિંધુમાં પ્રવેશ કરવાનું જાણે છે તે ધ્યાનાવલંબીઓને ધન્ય છે! આવા મુનિને કાર્યસિદ્ધિ સંકલ્પમાત્રથી જ થાય છે; તેથી તેઓ કશાની ઈચ્છા રાખતા નથી અને ઈચ્છાને નાશ થતાં મળતા સુખનો અનુભવ ગુરૂપ્રસાદથી તેમને જ હોય છે. તોપણ સર્વ પુરૂષાર્થમાં પ્રવીણ આ મહાપુરૂષ નિતિશય કલિકાળમાં શ્રીજૈનધર્મને પ્રભાવક થનાર છે, માટે મારે એને સહાય કરવી જોઈએ.” એમ ધારી તે ભગવતી દેવી શ્રીવિદ્યાના પ્રવાદ અને સંવાદમાં સુંદર એવા કેટલાક મંત્રો આમ્રાયસહિત આપીને અંતરભૂત થઈ, એટલે હેમચંદ્ર ત્યાંથી પાછા ફર્યા.
પછી તેમણે કળા કૌશલ્યમાં પ્રવીણતા મેળવવા ગુરૂની આજ્ઞાથી ગડદેશ તરફ વિહાર કર્યો. તે વખતે તેમની સાથે શ્રીદેવેંદ્રસૂરિ અને શ્રીલયગિરિસૂરિ એ નામના બીજા ગચછના આચાર્યો પણ હતા. માર્ગમાં ખિલ્વર નામે ગામમાં એક વાર્ત મુનિ મળ્યા. તેમને વિયાવૃત્ય કરી સ્વસ્થ કર્યા. ત્યારે તે મુનિએ ગિરિનાર તીર્થના દર્શનની અભિલાષા બતાવી. તે જોઈ હેમચંદ્ર તે ગામના મુખી
૧ પ્રભાવરહિત.
૨ ગુપ્તવિધિ.
૩ વૈભવ. શેવા. બરદાસ.
For Private and Personal Use Only