________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ભાગ બીજે.
આપવાનું કહેવડાવ્યું. તેમણે દૂત મારફત મસલતપ્રમાણે જવાબ આપે. તેથી વિસ્મય પામી સિદ્ધરાજે ૯૬ કટિ સેનૈયા માગ્યા; મંત્રીઓએ તે તત્કાળ પૂરા ગણી આપ્યા. પણ તે લેઈ સિદ્ધરાજ પાછો ન ફરતાં મેચાપરજ પડી રહ્યા. ત્યારે મંત્રીઓએ તેને પૂછ્યું કે, “હજી તમે દેશ છોડીને કેમ જતા નથી ? સિદ્ધરાજ બે, “ઈદ્રથી પણ અધિકી લીલાના સાગર તમારા સ્વામીને જોવાની મારી ઈચ્છા છે.” તે સાંભળી મંત્રીઓએ મદનવમોં પાસે જઈ કહ્યું કે, “દેવ, દ્રવ્યથી સંતોષેલે કલેશી રાજા વળી બીજું માગે છે–તે આપના દર્શનની ઉત્કંઠા રાખે છે.” મદનવર્માએ આજ્ઞા કરી કે, “ આવવા દે.” એટલે મંત્રીઓએ તે પ્રમાણે સિદ્ધરાજને સૂચના આપી. તેથી તે પરિમિત સૈન્ય સાથે મદનવર્માના ઉદ્યાનમાં ગયે. ત્યાં મદનવને મજબૂત કિલ્લાની અંદર રહેવાને મહેલ આવેલ હતા. તેની આજુબાજુ એક લાખ
દ્દાઓની ચેકી રહેતી હતી. કિલ્લામાં પ્રવેશ કરી સિદ્ધરાજ જયાં મધ્યમાં આવે એટલે દ્વારપાળે કહ્યું કે, “ફક્ત ચાર માણસ લઈને અંદર પધારે.” સિદ્ધરાજ તેના કહેવા પ્રમાણે વર્તી અંદર ગયે. અને અનુક્રમે સેનાના તોરણવાળાં સાત બારણાં, સોનાચાંદીની વાવ, જાદાજુદા દેશની ભાષા અને વેષમાં વિચક્ષણ અપાર સૈભાગ્યવાળી સ્ત્રીઓ, મૃદંગ ઢોલ વાંસલી અને વીણા વિગેરે વાજિંત્ર કળામાં આસક્ત પરિવારનાં ગીત, નંદનથી ચઢીઆનું ઉદ્યાન, હંસ સારસ વિગેરે પક્ષીઓ, સેનાનાં વાસણે, કદળીપત્ર જેવાં કોમળ વસ્ત્રો અને કામોદ્દીપન કરનાર ઉત્તમ પુષ્પના કરંડિયા એ સર્વ જેને જોત આગળ ચાલ્ય; એટલે પરિમિત રત્ન અને ખેતીનાં આભરણથી અલંકૃત, સુવર્ણકાંતિ મધુરસ્વર મળવનેત્ર ઉન્નતનાસિકા પુણગાત્ર અને સર્વગ લક્ષણોથી સુશોભિત, વિનાવસ્થામાં વિરાજમાન, સાક્ષાત મદનસમાન મદનવર્મા તેની નજરે પડે. મદનમાં પણ તેને આવતો જોઈ જરા સામો જઈ ભેટ. અને પછી સુવર્ણમય આસન પર બેસાડી હસિત વદનથી બોલ્યો, ૧ કમળના જેવી આંખો,
For Private and Personal Use Only