________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
,
,
,
,
,
,
,
, ,
ચિત્ ચૂકથી તેમ થાય તો તે સંઘંટ હાથી ગેપ થયા જેવું ગણાય છે. રાજાના સ્વારે નગરની ચોતરફ ફરી લેકને પાનનાં બીડાં વહેચે છે. ધૂળેટીને ઉત્સવ કર્પરના ચૂર્ણથી રમવામાં આવે છે. વાણિયા રાત્રે દુકાને ઉઘાડી મૂકી પિતાને ઘેર જાય છે અને પ્રાતઃકાળે આવીને પાછા બેસે છે. જોકે માત્ર આચાર તરીકે ઉદ્યમ કરે છે, બાકી બીજા પ્રકારે પણ તેમના અર્થની સિદ્ધિ થવાનાં સાધને જોવામાં આવે છે. રાજાનાં દર્શન મને થયાં નથી, પણ એટલું તે મારા સાંભળવામાં આવ્યું છે કે, તે નારીકુંજર કદી પણ રાજસભાને અલંકૃત કરતું નથી. નિરંતર સાક્ષાત્ ઈદ્રની પેઠે હાસ્ય અને લીલામાં નિમગ્ન રહે છે. એ પ્રમાણે મંત્રીનું કથન સાંભળી સિદ્ધરાજે અપરિમિત સૈન્ય લેઈ મહેબકપૂરતરફ પ્રયાણ કર્યું અને ભેડા વખતમાં તે નગરથી આઠ કેસ છેટે આવી પડાવ નાખે. તેનું આગમન સાંભળી સર્વ દેશ ભી ઉઠે. અને મહેબકનગર પણ સ્થાનથી ચલાયમાન થયું. તે જોઈ મદનવના પ્રધાનોએ જ્યાં દિવ્ય ઉદ્યાનમાં તે સહસ્ત્ર અંગનાઓ સાથે વિલાસ કરતે હતું ત્યાં જઈ કહ્યું કે, “મહારાજ, ગુજરાતના જયસિંહદેવે આપણે નગરની સમીપે સૈન્ય સાથે પડાવ નાખે છે, માટે શી આજ્ઞા છે?'
મદનવમે હસીને બે, “ બાર વર્ષ સુધી યુદ્ધ કરવા ધારાનગરીમાં પડી રહ્યો તેજ સિદ્ધરાજ કે ? જાઓ, તમે જઇને એને કહે કે, તમે તે ફૈબાડિ રાજા છો. જો તમે અમારી ભૂમિ લેવાની ઇચ્છા ધરાવતા હે તે અમે લઢવાને તૈયાર છીએ; પણ પૈસાના ભૂખ્યા છે તે તે તમને મળશે. કેમ તમારી સલાહમાં એ વાત બેસે છે? હું ધારું છું કે, ધન આપવાથી આપણે કંઈ તૂટી જવાના નથી. વારૂ, દ્રવ્યસારૂ દુષ્ટ કર્મો કરનાર સિદ્ધરાજને ચિરકાળ જીવવા !' એટલામાં સિદ્ધરાજે મદનવર્માના મંત્રીઓને ખંડણી
૧ ઘંટસહિત. ૨ ગુમ. ૩ લોભીધૂર્ત.
For Private and Personal Use Only