________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ભાગ બીજે.
કહ્યું કે, “મહારાજ, નીતિશાસ્ત્રમાં રાજા અવધ્ય કહ્યા છે; માટે આપે એને જીવતો છોડ જોઈએ. ત્યારે રાજાએ તેને કાષ્ઠપંજરમાં નખાવ્યું. પછી બીજા અનેક દેશે જીતી વિપુલ ધન મેળવી તે શ્રી પાટણ આવ્યું અને બહાર સીમમાં સૈન્યને પડાવ નાખી રહ્યા. તેવામાં કઈ પરદેશી ભાટ તેની રાજસભામાં આવી બોલ્યો કે, “અહ, શ્રીસિદ્ધરાજ મહારાજની સભા પણ મદનવમના જેવી મનને વિસ્મય પમાડે તેવી છે ! '
રાજા–– “મદનવર્મા કોણ છે?
ભાટ– "દેવ, પૂર્વ દિશામાં મહેબકપૂર નામનું એક નગર છે, ત્યાં બુદ્ધિશાળી મદનવર્મા નામે રાજા રાજ કરે છે. તે મહા દાની, ભેગી, ધર્મ અને ન્યાયી છે. તેના નગરનું વર્ણન હજાર વાર જોયા છતાં પણ કોઈનાથી થાય તેમ નથી. જે આપને મારા વચન પર વિશ્વાસ ન આવતો હોય તે કઈ બાહોશ મંત્રીને મારી સાથે મેકલે, એટલે તે જાતે જેઈ આવી આપને સર્વ હકીકત નિવેદન કરશે.”
તે પછી રાજાએ ખાત્રી કરવા પિતાના એક હુશીઆર મંત્રીને તે ભાટની સાથે મેક. તે ત્યાં છ માસ રહી આવી રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યો કે, “દેવ, અહીંથી નિકળ્યા અમે વસંતોત્સવમાં ત્યાં પહોંચ્યા. તે મહત્સવના સમારંભમાં ત્યાં વસંત અને અંદેલાદિ રોગોમાં ગીત ગવાય છે. લલનાઓ શૃંગાર સજી વિલાસમાં આમતેમ ફરે છે. કામદેવની બ્રાંતિમાં નાખનાર લાખો યુવાન પુરૂષ મરજી મુજબ વિલાસ ભેગવે છે. રસ્તાઓ પર યક્ષકર્દમ એટલે કેસર, ચંદન, બરાસ અને કસ્તુરી વિગેરે સુગંધીમય પદાથોથી છંટકાવ થાય છે. દેવાલમાં મહાપૂજાઓ રચાય છે. ઘેરઘેર સારાં સારાં ભેજનની તૈયારીઓ ચાલે છે. રાજાની દાનશાળામાં કોઈને ભાતદાળ મૂકવામાં આવતાં નથી. અને કદા
For Private and Personal Use Only