________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલપ્રબંધ.
૨૧
આ સમયે સર્વ લેકે હાહાકાર કરી ઉઠયા. પણ તેમના અને ગિનીઓના દેખતાં રાજા તલવારનું ફલક (પાનું) ઝપાટાબંધ ચાવી ગયે; અને જયાં મૂડ આવી કે તરત મંત્રીએ હાથ પકડી કહ્યું કે, “મહારાજ, આપની આ અદ્ભુત કળા જોઈ અમે ઘણું ચકિત થયા છીએ માટે હવે બસ કરો. આતે શો ગજબ! સારમય તીક્ષ્ય ફલક ખાઈ ગયા! વારૂ, હવે આ શેષ યોગિનીઓને આપે. એમની કળા પણ જોઈએ.
રાજા--“ઉછિછ મુષ્ટિ એમને શી રીતે અપાય?” મંત્રી—“મહારાજ ધાતુને છોછ લાગતી નથી.” રાજા--ઠીક ત્યારે, જળથી પ્રક્ષાલન કરી આપે.”
પછી મંત્રીએ સાતવાર પ્રક્ષાલી ગિનીઓને આપવા માંડી, એટલે તેઓ બેલી કે, “ભ રાજેદ્ર! આવી અપૂર્વ શકિતને ધારણ કરનાર આપને સિદ્ધચક્રવર્તી વિરૂદ ખરેખર શોભા આપે છે.”
એ પ્રમાણે ચમત્કૃતિ પામેલી તે યોગિનીઓ સ્વસ્થાનકે ગઈ. લેકે પણ સાનંદાશ્ચર્યમાં વિસર્જન થયા અને જયસિંહ દેવને સિદ્ધચક્રવર્તી વિરૂદ સર્વત્ર પ્રસિદ્ધ થયે.
બારમા રૂદ્રને પ્રસિદ્ધ બિરૂદ ધારણ કરનાર સિદ્ધરાજે દિગ્નિજય કરતાં બાર વર્ષે માળવા દેશની રાજધાની ધારાનગરી લીધી. તે મહા યુદ્ધમાં ત્રણ કેટ તોડી નગરીમાં પ્રવેશ કરવા જતાં દરવાજાની લેઢાની ભુંગળ ભાંગતાં સિદ્ધરાજના યશ પટહ નામના હસ્તિના પ્રાણ યંતર નિમાં ગયા, અને માલવેંદ્ર નરવર્મ (યશવ) રાજા જીવતે પકડાયે. આ યુદ્ધમાં પિતાની તલવાર બાર વર્ષસુધી ખુલ્લી રહી તેથી કોપાયમાન થઈ સિદ્ધરાજે તે તલવારને નરવર્માના ચર્મની મ્યાન કરાવવાની ભયંકર પ્રતિજ્ઞા કરી, અને તે માટે તેના પગની થોડી ચામડી ઉતારી પણ ખરી. એટલામાં સિદ્ધરાજના મંત્રીઓ આવી પહોંચ્યા. તેમણે વિનંતી કરી
For Private and Personal Use Only