________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૨૩ મે.
હેમાચાર્યને મોક્ષ સંબંધી ઉપદેશ, અમાસની ચાંદની અને જૈન ધર્મ ઉપર બ્રાહ્મણને
ષ હોવાનું કારણ એક વખત કહેવાયા જાને રામમય ઉપદેશ દીધે કેનિર્મળ કુલાદિ ગુણે કરી યુક્ત અને રમણીય મનુષ્ય જન્મ પામીને દીર્ધબુદ્ધિવાળા પુરુષ મોક્ષને માટે ધર્મમાં પ્રવૃત્તિ કરે. જેમાં સંસારતે ભય નથી, જેમાં મોક્ષના અભિલાષને લેશ માત્ર નથી અને જેમાં શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ પ્રવર્તન હોય છે તેવાં ધર્મ અર્થ અને કામ એ ત્રણ અનુક્રમે કિં પાકફળ, બળ પુરુષના સમાગમ અને વિષમય ભજનની પેઠે પરિણામે સુંદર ફળ આપનારાં નથી. માયાદિ નાના મોટા શલ્યને લીધે પાપનાં અનુબંધી છે. ભોગ તેમનાથી પણ સર્પની પેઠે વધારે ભયંકર અને સેંકડે સંકટના હેતુ ભૂત છે. પુરૂષમાં પુંડરિક સમાન શ્રીતીર્થંકર ભગવાને પ્રરૂપેલે ક્ષમાપ્રધાન ધર્મ તેજ મુખ્ય ધર્મ છે. કારણકે, તેનુ પૂળ મોક્ષ છે. અર્થ અને કામ એ ભાવ થકી અનર્થના હેતું છે. તેમનું પરિણામ ભોગવતા અનેક પુરૂષે નજરે પડે છે. એનાથી વધારે શું કહેવું વિવિધ પ્રકારના અદ્ભુત ભોગ અને વીરવિલાસે મરણ સમયે વિરક્ત થાય છે તેથી તે કામના નથી. જગતમાં ઉત્તમ તો એક મોક્ષજ છે અને તેના ઉપાય આ છે – વિવિધ પ્રકારની ત્રિકાળ પૂજા પૂર્વક ચિત્યવંદન કડવું, નિપુણ બુદ્ધિથી દેવદ્રવ્યના રક્ષણાદિ શુભ કાર્યો કરવાં, આચારમાં પ્રવીણ અને બહુશ્રુત સુમુનિનું બહુમાનથી વંદન કરવું, વિધિ પ્રમાણે દર્શનશુદ્ધિના ઉપાય લેવા, સિદ્ધાંતસારનું શ્રવણ કરવું, નવીન શાને અભ્યાસ કર, ભણેલાં શાસ્ત્રોનું સમરણ કરવું, તત્વનો
For Private and Personal Use Only