________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે.
૨૬૧
સિદ્ધિની યાચના કરી. હેમાચાર્યું પણ વિનંતિ કરી કે, “મહારાજ! બાલ્યાવસ્થામાં મારી પાસે તાંબાને કટકે આપના આ દેશથી લાકડાની ભારીવાળા પાસેથી માંગી લીધેલી વલ્લીને રસ લગાડીને અગ્નિમાં નાખ્યા બરોબર સેનામય થઈ ગયો હતો, તે વલ્લીનાં નામ સંકેતાદિ કૃપા કરીને કહે.' તે સાંભળ્યા બરોબર ગુરુએ કો પાટોપથી હેમસૂરિને દૂર હડસેલી મૂકી કહ્યું કે, “ તું
ગ્ય નથી. પૂર્વે આપેલી ઓસામણ જેવી વિદ્યાનું જે તને અજીર્ણ થયું છે તો આ મેદક જેવી વિદ્યા તને મંદાગ્નિ વાળાને શી રીતે અપાય?” એ પ્રકારે હેમસૂરિને નિષેધ કરી કુમારપાળને પણ સમજાવ્યું કે, “તમારું ભાગ્ય એવું નથી જે તમને જગત અનણી કરનારી સુવર્ણસિદ્ધિની વિદ્યા સિદ્ધ થાય. પણ હિંસાનું નિવારણ અને પૃથ્વીનું જિનભુવનથી મંડન એ વિગેરે પુણ્યનાં કાર્યોને લીધે તમારા ઉભય લેક સિદ્ધ થયા છે. હવે વધારે શા માટે ઈચ્છા રાખો છો? ” એ રીતે તે બનેનું સમાધાન કરી શ્રીદેવચંદ્રાચાર્ય તેજ ક્ષણે વિહાર કરી ગયા.
For Private and Personal Use Only