________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
કરતે, કાયશુદ્ધિ પૂર્વક પુષ્પ નૈવેદ્ય અને તે ત્રાદિ વિવિધ પૂજા વડે જિનપ્રતિમાનું પૂજન કરી પાંચ દંડકે યુક્ત ચૈત્યવંદન કરતે. નિરંતર સત્ત્વગુણ રૂપી રતથી શોભિત તે યથાશક્તિ પ્રત્યાખ્યાન કરતા અને સર્વ લક્ષ્મીનું તિલક છતાં તિલકના અવસરે બેસતો. હાથીના રકંધ ઉપર બેસી સર્વ સામંત અને મંત્રી વિગેરેથી પરિવ જિનભવનમાં જઈ વિધિ પૂર્વક પ્રવેશ કરતે. પછી અષ્ટ પ્રકારી પૂજા રચીને ભૂમિએ મસ્તક લગાડી પ્રણામ કરતો અને પવિત્ર સ્તોત્રોવડે સ્તવન કરતો. ગુરુ શ્રીહેમાચાર્યની ચંદન બરાસ અને સેનાના કમળવડે પૂજા કરતો અને તેમની સામે બેસીને ઉભય લેકમાં સુખ આપનારી ધર્મદેશના સાંભળતો. ઘેર જઈને ઘરચૈત્યની પૂજા કરતો અને પક્વાન્નના થાળ ચડાવી તથા સંવિભાગ કરી પવિત્ર અહારનું ભજન કરતો. ભેજન કરીને સિંહાસન પર બેસી પંડિત સાથે શાસ્ત્રવાર્તા કરતે. આઠમ ચિદસ શિવાય બીજી વાનું ભજન દિવસના આઠમા ભાગે કરી સંધ્યા વખતે ઘરચયની કુસુમાદિથી પૂજા કરતો. એવી રીતે તે પુણ્યનિધિને સર્વ કાળ સુચરિતમાં જતો.
એક વખત અનેક પ્રકારના પુણ્યરૂપી રસામૃતના સ્વાદથી પણ અતૃપ્ત રહેલા ચાલુક્યને જગત અનુણી કરવાને મને રથ થશે. તેથી તેણે સુવર્ણસિદ્ધિ સારૂ ગુરુને ઉપદેશથી પિતાના અને સંધના નામના બે વિનંતિપત્રે શ્રીદેવચંદ્રાચાર્ય ઉપર મોકલ્યા. તે મહાન આચાર્ય તીવ્ર તપસ્યામાં તત્પર છતાં કઈ સંઘનું મહા કાર્ય હશે એમ વિચારી વિહાર ક્રમથી દરવાન પણ ન દેખે તેવી રીતે એકદમ હેમાચાર્યના ઉપાશ્રયમાં આવી પહોં
ચ્યા. કુમારપાળ પણ સમૈયાદિ સામગ્રી તૈયાર કરતો ગુરુએ ખબર કહાવવાથી ત્યાં આવ્યું, અને દ્વાદશાવર્ત વંદન કરી વ્યાખ્યાન સાંભળવા બેઠે. હવે જ્યારે વ્યાખ્યાનની સમાપ્તિ થયા પછી શ્રીદેવચંદ્રાચાર્ય સંઘનું કાર્ય પૂછયું ત્યારે બીજા બધાને વિસર્જન કરી પડદા નાખી હેમા અને રાજાએ ગુરુના પગે પડી સુવર્ણ
For Private and Personal Use Only